Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં બે લાખ ભારતીય વિદ્યાર્થીઓને મળેલી રાહત

એક અમેરિકી કોર્ટે ભારતીયોને વિઝા પોલિસીમાં આંશિક રાહત આપી દેવા માટેનો આદેશ કર્યો છે. આ આદેશ યુનાઈટેડ સ્ટેટ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસને એવી પ્રતિકુળ નીતિ લાગુ કરવાથી રોકે છે જે હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા પર ગેરકાયદે ઉપસ્થિતિ જાહેર કરે છે. કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે ગેરકાયદે ઉપસ્થિત જેમ કે કાયદો એક નિશ્ચિત અવધિ માટે અમેરિકામાં એન્ટ્રી કરવાથી રોકી શકે છે. અમેરિકામાં અભ્યાસ કરી રહેલા બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમાચાર તરીકે છે. અમેરિકાથી જતા પહેલા જે વ્યક્તિ ત્યાં ૧૮૦ દિવસથી વધારે સમય સુધી ગેરકાયદે રીતે રહે છે તો તેને આગામી ત્રણ વર્ષ સુધી ફરી અમેરિકા જવાથી રોકવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકાના એક વર્ષથી વધારે સમય સુધી ગેરકાયદે રીતે રહેલ વ્યક્તિને ૧૦ વર્ષ માટે અમેરિકા જતા રોકવામાં આવે છે. આ આદેશ ત્રીજી મેના દિવસે અગાઉ દાખલ કરવામાં આવેલી એક અરજીના સંદર્ભમાં આવ્યો હતો જેમાં ગિલફોર્ડ કોલેજ, દ ન્યૂ સ્કુલ અને અન્ય કોલેજોએ દાખલ કરી હતી. ૨૬મી ઓકટોબરના દિવસે આ સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી. આ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ મેયર બ્રાઉનના પાર્ટનર અને કેસના સલાહકારે માહિતી આપતા કહ્યું છે કે આનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અધિકારોને સુરક્ષિત કરવા માટેનો રહેલો છે. આ મામલો અમેરિકાની એવી નીતિ સાથે જોડાયેલો છે જે નવમી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે લાગુ કરવામાં આવ્યો હતો. આ હેઠળ વિઝા અવધિ અથવા તો ડિગ્રી પૂર્ણ થતાની સાથે જ વિદેશી વિદ્યાર્થી જો અમેરિકામાં રોકાય છે તો તેમને ગેરકાયદે ઉપસ્થિત જાહેર કરાય છે. આ પહેલાના નિયમો મુજબ વિઝા અવધિ ખતમ થવાની સ્થિતિમાં પણ છ મહિના સુધી અમેરિકામાં રી શકશે.

Related posts

हाफिज की न्यायिक हिरासत 14 दिन बढ़ी

aapnugujarat

ब्रिटेन-जापान ने द्विपक्षीय मुक्त व्यापार समझौते पर किया हस्ताक्षर

editor

ડોકલામમાં ઇન્ફ્રા. વધારવું યોગ્ય, સૈનિકોનું જીવન સુધારવું ઉદ્દેશ : ચીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1