Aapnu Gujarat
બિઝનેસ

દવા અસલી છે કે નકલી, માત્ર એક વોટ્‌સએપ મેસેજથી ખબર પડશે

હવે દર્દીઓને દવા નકલી છે કે અસલી એ વાતની જાણકારી માત્ર એક વોટ્‌સઅપ મેસેજના માધ્યમથી મળી શકશે. ફાર્મા કંપનીઓ આ મામલે ૩ મહિનામાં પોતાની સૌથી વધારે વેચાનારી દવાઓ પર યુનિક કોડ પ્રિન્ટ કરવા લાગશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ પગલાંથી ટોપ ૩૦૦ દવા બ્રાંડની નકલથી છૂટકારો મેળવવામાં મદદ મળશે.પ્રાપ્ત માહિતી અનુસાર ટેક્નિકલ એડવાઈઝરીએ ૧૬ મેના રોજ થયેલી મીટિંગ દરમિયાન આ ટ્રેસ એન્ડ ટ્રેક વ્યવસ્થા લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો કે ફાર્મા કંપનીઓ માટે આ વ્યવસ્થાને અનિવાર્ય નથી બનાવવામાં આવી. ટોપ ૩૦૦ દવાના બ્રાંડ લેવલ પર ૧૪ અંકોવાળો એક નંબર પ્રિન્ટ થશે.
માર્કેટમાં વેચાનારી પ્રત્યેક દવાની સ્ટ્રિપ અથવા બોટલ પર અલગઅલગ યુનિક નંબર હશે. લેબલ પર આની સાથે જ એક મોબાઈલ નંબર પણ પ્રિન્ટ કરવામાં આવશે જે દવાનું માર્કેટિંગ કરનારી કંપનીઓ જાહેર કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૪ આંકડાની આ સંખ્યાને લેબલ પર આપવામાં આવેલા મોબાઈલ નંબર પર મેસેજ કરવા પર દવા બનાવનારા મેન્યુફેક્ચરરનું નામ, એડ્રેસ, બેંચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ જેવી જાણકારી પ્રાપ્ત થશે.આમ થવાથી દવાની ખરીદી કરનારા લોકોને ભરોસો રહેશે કે તેમણે જે દવા લીધી છે તે અસલી છે કે નકલી અને તેની ગુણવત્તા મામલે પણ કોઈ ચિંતા નહીં રહે. આ સાથે જ તપાસ અધિકારિઓને માર્કેટમાં વેચાઈ રહેલી નકલી દવાઓ મામલે જાણકારી મેળવવામાં પણ મદદ કરશે.

Related posts

દલાલ સ્ટ્રીટમાં પાંચ પરિબળોની અસર રહેશે : તમામની નજર હશે

aapnugujarat

સ્પેક્ટ્રમ ઓક્શનને ટ્રાઈની મંજૂરી

aapnugujarat

જન ધન ખાતાધારકોને બેંક તરફથી મોટી રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1