Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સ્પેક્ટ્રમ ઓક્શનને ટ્રાઈની મંજૂરી

ટેલિકોમ નિયામક ટ્રાઇ અત્યાર સુધીના સૌથી મોટા સ્પેક્ટ્રમ વેચાણની તૈયારીમાં છે. ટ્રાઇએ ૮,૨૯૩.૯૫ મેગાહટ્‌ર્ઝની ટેલિકોમ ફ્રિકવન્સીની ઓક્શન કુલ રૂ. ૫.૭૭ લાખ કરોડની બેઝિક પ્રાઇસ પર કરવાની ભલામણ કરી છે.ટ્રાઇએ ઓક્શન માટે પોતાની ભલામણમાં જણાવ્યું છે કે તમામ ઉપલબ્ધ સ્પેક્ટ્રમ આગામી ઓક્શનમાં રાખવામાં આવે. ટેલિકોમ વિભાગે ટ્રાઇને નવ બેન્ડમાં ૮,૦૯૬.૪૫ મેગાહટ્‌ર્ઝ સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા અંગે જાણ કરી હતી. જો ટ્રાઇની આ ભલામણોને સરકાર મંજૂરી આપશે તો તે દેશની સૌથી મોટી સ્પેક્ટ્રમ ઓક્શન હશે.ટ્રાઇએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝને રાહત આપતા પોતાના સૂચનમાં ૭૦૦ મેગાહટ્‌ર્ઝ બેન્ડના બેઝિક પ્રાઇસમાં ૪૩ ટકા કાપ મૂકવાનું સૂચન કર્યું છે. ટ્રાઇએ આ માટે બેઝિક પ્રાઇસ લગભગ ૬,૫૫૮ કરોડ રૂપિયા પ્રતિ મેગાહટ્‌ર્ઝ રાખવાની ભલામણ કરી છે. સરકારે જોકે હજુ સુધી આગામી સ્પેક્ટ્રમ ઓક્શન માટે કોઇ તારીખ નક્કી કરી નથી. આ ઉપરાંત ટ્રાઇએ સૂચિત ૫-જી સ્પેક્ટ્રમ માટે ૩૩૦૦-૩૬૦૦ મેગાહટ્‌ર્ઝ બેન્ડમાં ભલામણ કરી છે.

Related posts

નવા ડેબિટ કાર્ડમાં હેકિંગની આશંકા, એસબીઆઈએ ગ્રાહકોને કર્યા એલર્ટ

aapnugujarat

એનજીટીના ચેરમેન ગોયલને બરખાસ્ત કરો : ચિરાગ પાસવાન

aapnugujarat

Kamal Haasan’s MNM kickstarts candidate selection process for local body polls

aapnugujarat

Leave a Comment

UA-96247877-1