Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનજીટીના ચેરમેન ગોયલને બરખાસ્ત કરો : ચિરાગ પાસવાન

લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાનના પુત્ર અને પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એનડીએના ઘટકદળ એલજેપીના નેતા ચિરાગ પાસવાનના પત્રને કારણે કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ચિરાગ પાસવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યુ છે કે ૨૦મી માર્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એ. કે. ગોયલે એસસી-એસટી અત્યાચાર નિવારણ કાયદા પર ચુકાદો ફરમાવ્યો હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિજ જનજાતિ સમુદાયમાં અસંતોષ અને આક્રોશ હોવાનું જણાવીને ચિરાગ પાસવાને જણાવ્યું છે કે આ ચુકાદા વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોએ બીજી ફેબ્રુઆરીએ આંદોલન દરમિયાન ઉગ્ર દેખાવો કર્યા હતા.
તેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું અને તેમની એનડીએ સરકાર વિરુદ્ધ એસસી અને એસટી સમુદાયના લોકોમાં કારણ વગર અવિશ્વાસનો માહોલ પેદા થયો હતો. હવે ફરી એકવાર એસસી અને એસટી સમુદાયના સંગઠનો દ્વારા નવમી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ વખતે પ્રદર્શન વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેને કારણે યોગ્ય પગલા ઉઠાવવાની જરૂરરત હોવાનું પણ પત્રમા જણાવવામાં આવ્યું છે. ચિરાગ પાસવાને કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશે એસસી-એસટી અત્યાચાર નિવારણ કાયદા પર ચુકાદો આપ્યો હતો. તેમને નિવૃત્તિ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
સરકારે આ નિર્ણયથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સંદેશો ગયો છે કે સરકારે એસસી અને એસટી વિરુદ્ધ ચુકાદો ફરમાવવા બદલ જસ્ટિસ એ. કે. ગોયલને પુરષ્કૃત કરવામાં આવ્યા છે. ચિરાગ પાસવાને પત્રમાં જસ્ટિસ એ. કે. ગોયલને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ચેરમેન પદેથી તાત્કાલિક બરખાસ્ત કરવાની માગણી કરી છે.
તેમણે સંસદના મોનસૂન સત્રમાં જ એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સંશોધિત બિલ લાવવાની માગણી કરી છે. જેના દ્વારા એસસી અને એસટી સમુદાયોની સુરક્ષાને ફરીથી બહાલ કરવાની વાત પણ પત્રમા કહેવામાં આવી છે. આમા કોઈ અડચણ હોય. તો મોનસૂન સત્રને દશ ઓગસ્ટના સ્થાને આઠમી ઓગસ્ટે સમાપ્ત કરીને વટહુકમ લાવવાની માગણી કરવામાં આવી છે.

Related posts

હું કેજરીવાલનાં ગુંડાઓથી ડરવાનો નથી : કપિલ મિશ્રા

aapnugujarat

સતત ૧૩માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી

aapnugujarat

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1