Aapnu Gujarat
બ્લોગ

પોખરણમાં અણુ ધડાકો

: વાજપેયીએ ભારતને ન્યુક્લિયર રાષ્ટ્ર ઘોષિત કરી દીધું
૧૯૯૯થી દરેક ૧૧ મે ને ભારતમાં રાષ્ટ્રિય ટેક્નોલોજી દિવસ તરિકે ઉજવવામાં આવે છે. કારણ? આજથી ૨૦ વર્ષ અગાઉ ૧૧ મે ૧૯૯૮નાં રોજ ભારતે પોખરણમાં અણુ ધડાકો કર્યો હતો. ભારતની બીજી અણુપરિક્ષણ શક્તિ ૧ મિસાઈલ દ્વારા ભારતીય આર્મી દ્વારા ટેસ્ટ રેંજમાં થઈ હતી. જે ડો. એ. પી. જે. અબ્દુલ કલામનાં નેજા હેઠળ થઈ હતી. બે દિવસ બાદ બીજા બે અણુ પરિક્ષણ કરવામાં આવ્યા અને તે સાથે જ તત્કાલીન પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીએ ભારતને ન્યુક્લિયર રાષ્ટ્ર ઘોષિત કરી દીધુ.ભારત અણુ શસ્ત્ર ધરાવતું વિશ્વનું ૬ઠ્ઠુ રાષ્ટ્ર બન્યું. અને એન.પી.ટી.માં સહી ન કરી હોવા છતાં અણું શસ્ત્ર ધરાવનારુ વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યું. એન.પી.ટી. સંધી એ મહાસતાઓ એ બનાવેલી એ સંધી છે જેમાં તે અન્ય રાષ્ટ્રોને તેમાં સહી કરવા દબાણ કરતુ હોય છે. ૧૧ મે નાં રોજ જ ભારતે ડી. આર. ડી. ઓ. નિર્મિત હંસ – ૩ નામનાં અદ્યતન એર ક્રાફ્ટનું બેંગ્લોર ખાતે પરિક્ષણ કર્યુ હતુ.તો આ જ દિવસે મે ૧૧ નાં રોજ ત્રિશુલ નામની ટુંકા અંતરની મિસાઈલનું પણ પરિક્ષણ કર્યુ હતુ. એક જ દિવસે બનેલી આ ત્રણ ઘટનાઓ આપણા માટે સીમચિહ્ન છે. અને દેશનાં વૈજ્ઞાનિકો, એંજિનિયરોની અથાક મહેનતનું પરિણામ છે. માટે જ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ ૧૧ મે ને રાષ્ટ્રિય ટેક્નોલોજી દિવસ જાહેર કર્યો.
ઓપરેશન શકિત
૧૧ મે ૧૯૯૮ઃ ત્રણ એટમિક ડિવાઈસનું પરીક્ષણ
૧૩ મે ૧૯૯૮ઃ બે એટમિક ડિવાઈસનું પરીક્ષણ
તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી, તત્કાલીન વિદેશમંત્રી યશવંતસિંહા, તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્ર માત્ર આ લોકો જ જાણતા હતા.ઓપરેશન એટલું ગુપ્ત હતું કે તત્કાલીન સંરક્ષણમંત્રી જયોર્જ ફર્નાન્ડિઝ અને તત્કાલીન નાણામંત્રી જસવંતસિંહને પણ ૪૮ કલાક પહેલાં જ જણાવવામાં આવ્યું હતું.પરીક્ષણમાં ભાગ લેવા ૮૦થી વધુ વિજ્ઞાનીઓ એક સાથે પોખરણ રવાના ન થયા વિજ્ઞાનીઓ નામ બદલીને નાના-નાના ગ્રૂપ બનાવી વિવિધ શહેરોમાં પહોંચ્યા અને ત્યાંથી તેઓ જેસલમેરની લશ્કરી છાવણી સુધી પહોંચ્યા. અહીંથી સૈન્યએ તેમને પોખરણ પહોંચાડયા હતા.એક ગ્રૂપ કામ કરીને પરત ફરે ત્યારે બીજાને મોકલતા હતા.પત્નીઓ અને પરિવારના સભ્યોને સેમિનાર અથવા સંમેલનમાં જવાનું બહાનું બતાવી વિજ્ઞાનીઓ રવાના થયા હતા.નામના કોડના ઉપયોગથી વિજ્ઞાનીઓ એટલા ગૂંચવાઈ ગયા હતા કે તેઓ કહેતા હતા કે ભૌતિક વિજ્ઞાનના જટિલ સમીકરણો પણ તેમને આનાથી ઘણા સરળ લાગે છે.તમામ ટેકનિકલ સ્ટાફે સૈન્યનો ગણવેશ પહેરી લીધો હતો જેથી અમેરિકી ઉપગ્રહોને લાગે કે પરીક્ષણના સ્થળે સૈનિકો પહેરો ભરી રહ્યા છે.૧૯૯૫માં તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવે પરમાણુ પરીક્ષણનો નિર્ણય લીધો હતો પરંતુ અમેરિકી ઉપગ્રહોએ પરીક્ષણ સ્થળની ગતિવિધિઓ જાણી લીધી અને અમેરિકી રાષ્ટ્રપતિ બિલ કિલન્ટને ભારત સરકાર પર દબાણ લાવી પરીક્ષણ ન થવા દીધું. આ કારણે ઓપરેશન શકિત વખતે ખૂબ જ તકેદારી રાખવામાં આવી હતી.પરીક્ષણ સ્થળે તૈયારીનું મોટાભાગનું કામ રાતના અંધારામાં થતું હતું.ભારે ઉપકરણોનો ઉપયોગ કર્યા બાદ વહેલી સવારે તેને ફરી મૂળ જગ્યાએ મૂકી દેવાતા હતા જેથી અમેરિકી ઉપગ્રહો પરથી લેવાયેલી તસવીરોનું વિશ્લેષણ કરનારાને લાગે નહીં કે ભારે ઉપકરણો તેની જગ્યાએથી હલાવવામાં આવ્યા છે.પરમાણુ પરીક્ષણ માટે જમીનમાં ચેમ્બર તૈયાર કરતી વખતે નીકળેલી રેતીને જોરદાર પવન કારણે બનતી રેતીની ટેકરીઓનું સ્વરૂપ આપી દેવાતું હતું.પરીક્ષણ સ્થળે નવ ખંડેર કૂવા ‘નવતાલ’ હતા જેના કારણે ખોદકામ ઘણું સરળ બની ગયું હતું.ચેમ્બર માટે ખાડા ખોદાય તે સ્થળે નેટ લગાવી તેના પર ઘાસ અને પાંદડાં નાખી તેને છુપાવી દેવાતા હતા.મે : બાર્કથી કર્નલ ઉમંગ કપૂરના નેતૃત્વમાં સૈન્યની ચાર ટ્રક હથિયારો લઈને સવારે ૩ઃ૦૦ વાગે મુંબઈ એરપોર્ટ રવાના થઈ સવાર પડતાં જ હવાઈદળનું એએન-૩૨ ટ્રાન્સપોર્ટેશન વિમાન તેને લઈને જેસલમેરના લશ્કરી છાવણી તરફ રવાના થયુંજેસલમેરથી સૈન્યની ચાર ટ્રક દ્વારા ત્રણ ખેપમાં પરમાણુ ડિવાઈસ અને અન્ય સામગ્રી પોખરણ પહોંચાડાઈ તમામ ચીજો પરીક્ષણની તૈયારીવાળી ઈમારત પ્રેયર હોલમાં પહોંચાડવામાં આવી.જયારે પરમાણુ ડિવાઈસ તેના નિર્ધારિત ચેમ્બરમાં પહોંચી રહી હતી ત્યારે દિલ્હીથી પૂછવામાં આવ્યું હતું કે સીએરાએ કેન્ટીનમાં વ્હીસ્કી આપવાનું શરૂ કરી દીધું છે? મતલબ કે શું પરમાણુ ડિવાઈસ તેના સ્પેશિયલ ચેમ્બર(વ્હાઈટ હાઉસ કે જેનું કોડ નામ વ્હીસ્કી હતું)માં મૂકી દેવામાં આવી છે અને વિજ્ઞાનીઓ(સિએરા)એ કામ શરૂ કરી દીધું છે? થોડી વાર પછી સંદેશો મળ્યો કે શું ચાર્લી ઝૂ જતો રહ્યો છે? અને બ્રેવોએ પ્રાર્થના શરૂ કરી દીધી છે? માઈક ઓન. (શું ડીઆરડીઓની ટીમ કંટ્રોલરૂમ(ઝૂ) પહોંચી ગઈ છે અને શું બાર્કની ટીમે પ્રેયર હોલ(અહીં પરમાણુ ડિવાઈસ એસેમ્બલ થઈ રહી હતી.)માં પહોંચી ગઈ છે.) સૈન્ય અભિયાનના ડીજી લેફટેનન્ટ જનરલ વર્મા(માઈક) અભિયાનમાં થયેલી કામગીરીની પ્રગતિ અંગે જાણવા માગતા હતા. ભારતના રાજનેતાઓ અને કૂટનીતિજ્ઞોએ એવા નિવેદનો આપ્યાં જેથી લોકોને લાગે કે ભારત તેની પરમાણુ સ્થિતિ અંગે અસમંજસમાં છે અને તેઓ ભાજપે ચૂંટણી પ્રચાર વખતે આપેલા પરમાણુ પરીક્ષણ કરવાના વચનને ગંભીરતાપૂર્વક ન લે.સંરક્ષણમંત્રી જયોર્જ ફર્નાન્ડિઝ અને વિદેશ સચિવ કે. રઘુનાથે અમેરિકી અધિકારીઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે ભારતે હજુ પરમાણુ પરીક્ષણ કરવા અંગે કોઈ ચોક્કસ નિર્ણય નથી લીધો અને આ સંદભે ૨૬ મેના રોજ રાષ્ટ્રીય સુરક્ષાની બેઠક બોલાવવામાં આવી છે.બેનેએ અમેરિકા અને વિશ્વના દેશોને સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત અચાનક પરીક્ષણ કરીને કોઈને ચોંકાવશે નહીં.થર્મોન્યૂકિલઅર ડિવાઈસ ૨૦૦ ફૂટની ઊંડાઈએ એક ચેમ્બરમાં રાખવામાં આવી હતી જેને વ્હાઈટ હાઉસ નામ અપાયું હતું.ફિશન(વિખંડન) આધારિત પરમાણુ બોંબને ૧૫૦ ફૂટ ઊડા તાજમહેલ નામના ખાડામાં રાખવામાં આવ્યો હતો.એક કિલો ટનથી ઓછા ઉપકરણોને કુંભકર્ણ નામના એક ચેમ્બરમાં રાખવામાં આવ્યા હતા.બીજી શ્રેણીના પરીક્ષણ થનાર ઉપકરણો રાખવામાં આવ્યા હતા તેને એનટી-૧ અને એનટી-૨ નામ અપાયું.૧૦ મેના રોજ પરીક્ષણના ત્રણેય ઉપકરણો તેમના ચેમ્બરમાં મૂકી તેમને સીલ કરી દેવાયા હતા. છેલ્લી ચેમ્બર આગળના દિવસે સવારે સાડા સાત વાગે સીલ કરવામાં આવી હતી. પરીક્ષણના નિર્ધારિત સમયથી ૯૦ મિનિટ પહેલાં તમામ તૈયારી થઈ ગઈ હતી.
આ પરીક્ષણો થયાં
શકિત ૧
બે સ્ટેજની થર્મોન્યૂકિલઅર ડિવાઈસ હતી. ૨૦૦ કિલો ટનની ઊર્જા આપવા સક્ષમ આ ડિવાઈસને પરીક્ષણ માટે ૪૫ ટનની ક્ષમતાવાળી બનાવવામાં આવી હતી. વાસ્તવમાં આ કોઈ પરમાણુ હથિયાર નહોતું. આ ડિવાઈસ દેશના હાઈડ્રોજન બોંબની ક્ષમતા ચકાસવા તેમજ ભવિષ્યમાં હથિયાર બનાવવાના ઉદ્દેશથી આંકડાકીય માહિતી એકઠી કરવા બનાવાઈ હતી. ૧૦૦૦ કિલો ટીએનટી દારૂગોળાના વિસ્ફોટથી જે ઊર્જા નીકળી શકે તે ક્ષમતાને એક કિલો ટન કહેવાય છે.
શકિત ૨
૧૫ કિલો ટન ઊર્જા છોડતા પ્લૂટોનિયમના વિખંડનની પ્રક્રિયા પર આધારિત આ ડિવાઈસ ખરેખર એક પરમાણુ હથિયાર હતું. તેને બોંબ ફેંકી શકતા વિમાન દ્વારા કોઈપણ સ્થળે ફેંકી શકાય છે અથવા મિસાઈલ પર લગાવીને પણ વિસ્ફોટ કરી શકાય છે. ૧૯૭૪ના પ્રથમ પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલી ડિવાઈસનું આ નવું રૂપ હતું તેમ કહી શકાય. પરીક્ષણમાં તેમાં કરાયેલા સુધારાનું સમર્થન કરાયું હતું.
શકિત ૩
રિએકટરમાં ઉપયોગમાં લેવાતા પ્લૂટોનિયમથી પરમાણુ હથિયાર બની શકે કે નહીં તે ચકાસવા ૦.૩ કિલો ટનની આ ડિવાઈસ તૈયાર કરવામાં આવી હતી. તેના દ્વારા પરમાણુ વિસ્ફોટને અંકુશમાં લેવા ઉપરાંત જરૂર પડેતો ઊર્જા નિકાસનું પ્રમાણ ઘટાડવા ભારતની આવડતને પ્રદર્શિત કરવાનો ઉદ્દેશ હતો.
શકિત ૪
૦.૫ કિલો ટનની આ પ્રાયોગિક ડિવાઈસ હતી. તેના પરીક્ષણનો ઉદ્દેશ આંકડાકીય માહિતી એકત્ર કરવા ઉપરાંત બોંબના જુદા જુદા ભાગોની કામગીરી ચકાસવાનો પણ હતો.
શકિત ૫
૦.૨ કિલો ટનની આ પ્રાયોગિક ડિવાઈસમાં યુરેનિયમ ૨૩૩નો ઉપયોગ કરાયો હતો જે કુદરતમાંથી સીધું જ નથી મળતું પરંતુ થોરિયમથી ચાલતા દેશના ફાસ્ટ બ્રિડર રિએકટરોમાં બને છે. તેના મારફતે પણ આંકડા એકત્ર કરવાનો ઉદ્દેશ હતો.
શકિત ૬
એનટી ૩ નામની શાફટમાં એક તરફ ઓછી ઊર્જાવાળું ન્યુકિલઅર ઉપકરણ રાખવામાં આવ્યું હતું પરંતુ પાંચ વિસ્ફોટ બાદ પરમાણુ ઊર્જા પંચના તત્કાલીન પ્રમુખ આર. ચિદમ્બરમે કહ્યું કે અપેક્ષિત આંકડાઓ મળી ગયા હોવાથી હવે તેના પરીક્ષણની જરૂર નથી. તેમના શબ્દો હતા કે શા માટે તેનો વ્યય કરવો જોઈએ?ચેમ્બરોને બરાબર સીલ કર્યા બાદ પણ પરમાણુ વિકિરણનું જોખમ તો રહે જ છે. અમેરિકામાં પરીક્ષણ વખતે આવું બન્યું હતું. આ કારણે લોકોની વસ્તી તરફ હવાની દિશા બદલાય તેની રાહ જોવામાં આવી હતી.તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. બપોર બાદ હવા લગભગ સ્થિર થઈ ગઈ હતી જેથી પરીક્ષણ કરવાનો નિર્ણય લેવાયો.પરીક્ષણ સ્થળે ઈન્ચાર્જ ડો. સંતાનમે ઉલ્ટી ગણતરી થતી સિસ્ટમની બે ચાવીઓ સુરક્ષાના ઈન્ચાર્જ ડો. એમ.વાસુદેવને સોંપી. તેમણે એક-એક ચાવી બાર્ક અને ડીઆરડીઓના પ્રતિનિધિને આપી હતી. બંનેએ સાથે મળીને ઉલ્ટી ગણતરી કરતી સિસ્ટમ શરૂ કરી હતી.
બપોરે ૩ઃ૪૫ કલાકે ત્રણ પરમાણુ ડિવાઈસમાં વિસ્ફોટ થયા વિસ્ફોટ થતા ક્રિકેટના મેદાન જેટલો ભાગ જમીન કરતાં કેટલાક મીટર ઉપર સુધી હવામાં ઊછળ્યો. હવામાં ધૂળની જોરદાર ડમરી થઈ.જમીન પર ત્રણ મોટા ખાડા પડી ગયા બે દિવસ પછી ૧૩ મેના રોજ બપોરે ૧૨ઃ૨૧ કલાકે વધુ બે ડિવાઈસમાં વિસ્ફોટ કરાયો. તેના કંપનો ભૂકંપની નોંધણી લેતી લેબોરેટરીમાં રેકોર્ડ ન થઈ શકયા કારણ કે તેની ક્ષમતા ઘણી ઓછી હતી.

Related posts

must read

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1