Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની બ્લડ બેંકોમાં લોહીની ભારે તંગી, લોકોને રક્તદાન કરવા અપીલ

ઉનાળાને કારણે શહેરની બ્લડ બેન્કમાં બ્લડ ડોનર્સની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે અને તેના કારણે લોહીની તંગીની સ્થિતિ ઉભી થઈ છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, રેડક્રોસમાં પણ લોહીની તંગી છે અને અત્યારે આગામી પાંચ જ દિવસ ચાલી શકે તેટલો સ્ટોક બાકી રહ્યો છે. રેડક્રોસના ડોક્ટર રિપલ શાહ જણાવે છે કે, સમર વેકેશનને કારણે કોલેજો અત્યારે બંધ છે અને લોકો શહેરની બહાર છે, માટે બ્લડ બેંકમાં ડોનર્સની તંગી ઉભી થઈ છે. આ સિવાય ઘણાં લોકો વિચારતા હોય છે કે તે ઉનાળામાં રક્તદાન કરશે તો બીમાર થઈ જશે. આમ જોવા જઈએ તો તેમનો ભય વ્યાજબી છે, કારણકે બ્લડ ડોનેટ કર્યા પછી તડકામાં બહાર જાય તો તેમને તકલીફ પડી શકે છે. પરંતુ અમે ડોનેશન પછી જરુરી રીફ્રેશમેન્ટ આપતા હોઈએ છીએ, માટે બીમાર પડવાનો કોઈ સવાલ ઉભો નથી થતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર, જો લોકો આગળ આવીને રક્તદાન નહીં કરે તો ટુંક જ સમયમાં બ્લડ બેંકમાં લોહીની ભયંકર તંગીની સ્થિતિ સર્જાશે અને તેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સ્થિતિ ચિંતાજનક અને ભયજનક છે.

Related posts

ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ મરણતોલ ઘા મારવા માટે ચૂંટણી લડવાની : અમિત શાહ

aapnugujarat

તા.૩૧મી મે એ વઘરાલી ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો સમાપન સમારોહ યોજાશે

aapnugujarat

લાંભામાં ગેરકાયદેસર બાંધકામો દુર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1