Aapnu Gujarat
ગુજરાત

લાંભામાં ગેરકાયદેસર બાંધકામો દુર કરાયા

શહેરના દક્ષિણઝોનમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે જેમાં આજે લાંભા વિસ્તારમાં વધુ એક કોમર્શીયલ બાંધકામ દુર કરવામાં આવ્યું છે.આ અંગે માહીતી આપતા દક્ષિણઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રાજેન્દ્ર જાદવે કહ્યુ કે,ટી.પી.સ્કીમ નંબર-૮૧ લાંભા વિસ્તારમાં નારોલ-અસલાલી રોડ પર શ્રીનાથ ટ્રાન્સપોર્ટની જગ્યામાં ગ્રાઉન્ડ તેમજ ફસ્ટ ફલોર પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ હતુ.આ બાંધકામને દુર કરવા મામલે બાંધકામ કરનારને નોટિસો પણ આપવામાં આવી હતી.આમ છતાં પણ બાંધકામને દુર કરવામાં ન આવતા આજરોજ ૪૯૦ ચોરસફુટના બાંધકામને તોડી પાડવામાં આવ્યુ છે.આ પ્રકારે બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કાર્યવાહી આગામી સમયમાં પણ દુર કરવામાં આવશે.

Related posts

કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા તેજાભાઈ દેસાઈ

aapnugujarat

અમદાવાદ પોલીસને રથયાત્રા પછી બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે

aapnugujarat

એન્ફ્રા લાગુ કરવાની કેન્દ્રની તજવીજ સામે સીએ નારાજ : સીએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1