Aapnu Gujarat
મનોરંજન

પરિણિતી પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે

પરિણિતી ચોપડા હાલમાં ત્રણ મોટી ફિલ્મો હાથમાં ધરાવે છે જે પૈકી બે ફિલ્મો અર્જુન કપુરની સાથે છે જે બંને આ વર્ષે ૨૦૧૮માં જ રજૂ કરવામાં આવનાર છે. જ્યારે અક્ષય કુમારની સાથે કેસરી ફિલ્મ માર્ચ ૨૦૧૯માં રજૂ કરાશે. અર્જુન કપુરની સાથે તેની સંદીપ ઔર પિન્કી અને નમસ્તે ઇંગ્લેન્ડ નામની ફિલ્મમાં નજરે પડે છે. શરૂઆતમાં આઇટમ નંબર કરવા માટેનો સાફ ઇન્કાર કરીને તમામ નિર્માતા નિર્દેશકોને ચોંકાવી દેનાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા માટે તૈયાર થઇ છે. જો કે તેને આ પ્રકારના રોલની ઓફર કરવામાં આવી રહી નથી. તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. અજય દેવગનની સાથે ગોલમાલ સિરિઝની સફળ ફિલ્મમાં કામ કર્યા બાદ પરિણિતી હવે અર્જુન કપુરની સાથે સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તે અક્ષય કુમારની સાથે કેસરી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૨૧મી માર્ચ ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે આઇટમ સોંગ કરવા હવે ઇચ્છુક છે. તે પોતે આ અંગેની વાત કરી રહી છે. તે વધારે સેક્સી ફિગર મેળવી ચુકી છે. જેથી તે હવે આઇટમ નંબર કરવા ઉત્સુક બની છે. બીજી બાજુ તે સ્પર્ધામાં ટકી રહેવા માંગે છે. છેલ્લે રોહિત શેટ્ટીની મોટી ફિલ્મ ગોલમાલ અગેઇનમાં દેખાઇ હતી. જેમાં તે અજય દેવગનની સાથે હતી.

Related posts

‘પરિણીતા’ ફિલ્મના ડાયરેક્ટર પ્રદીપ સરકારનું અવસાન

aapnugujarat

‘શુભ મંગલ સાવધાન’નું ટ્રેલર રિલીઝ કરાયું, ફિલ્મ ૧ સપ્ટેમ્બરે આવશે

aapnugujarat

એશ તેમજ અનિલ કપુર ફન્ને ખાનના શુટિંગમાં વ્યસ્ત થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1