Aapnu Gujarat
મનોરંજન

વર્ષ ૨૦૧૭ નિર્ણાયક વર્ષ તરીકે રહેશે : તાપ્સી

બોલિવુડમાં તાપ્સી પન્નુ લોકપ્રિયતા મેળવી રહી છે. હાલમાં તેની પાસે ત્રણ ફિલ્મો રહેલી છે. તેની પાસે જે ત્રણ ફિલ્મો રહેલી છે તેમાં સુરમા, મુલ્ક અને મનમર્જિયા ફિલ્મનો સમાવેશ થાય છે. તાપ્સી પન્નુનુ કહેવુ છે કે તેની પાસે જે ફિલ્મો છે તે સિવાય પણ નવી નવી ઓફર આવી રહી છે. તેના માટે વર્ષ ૨૦૧૮ નિર્ણાયક સાબિત થઇ શકે છે. તાપ્સી પન્નુ બોલિવુડ, હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા ધરાવે છે. તાપ્સી હાલમાં ડેવિડ ધવનની જુડવા-૨ ફિલ્મમાં પણ કામ કરી ગઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મે ૨૦૦ કરોડની જંગી કમાણી કરી હતી. તાપ્સીના રોલની પણ તમામ લોકો દ્વનારા પસંદગી કરવામાં આવી હતી. તે જુદા જુદા રોલ કરીને નિર્માતા નિર્દેશકોને પ્રભાવિત કરી ચુકી છે. અમિતાભ બચ્ચન દ્વારા અભિનિત પિન્ક ફિલ્મમાં તેની ભૂમિકા જોરદાર રહી હતી. હોલિવુડ અને બોલિવુડ વચ્ચે શુ અંતર છે તે અંગે પુછવામાં આવતા તાપ્સી માને છે કે બન્નેમાં ખુબ અંતરની સ્થિતી છે. તેનુ કહેવુ છે કે તે હાલમાં માત્ર તેની પાસે રહેલી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે જે મનમર્જિયા ફિલ્મ કરી રહી છે તેમાં તેની સાથે અભિષેક બચ્ચન પણ છે. આ ફિલ્મમાં કેટલાક અન્ય કલાકારો પણ છે. તાપ્સીનુ કહેવુ છે કે જેક્લીનથી તે ખુબ પ્રભાવિત રહી છે. જેક્લીન તેના માટે પણ ફેવરીટ સ્ટાર તરીકે છે. તે એમ પણ કહે છે કે તે બોલિવુડમાં નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી. માત્ર પોતાની પાસે આવી રહેલા રોલને પૂર્ણ ન્યાય આપવા માટેની તક છે. તાપ્સી માને છે કે બોલિવુડમાં પોતાની ક્ષમતા મુજબ તમામ કલાકારોને રોલ મળી રહ્યા છે. તાપ્સી ડેવિડ ધવનને પ્રભાવિત કરી ચુકી છે.

Related posts

रणवीर ‘पानीपत’ का ट्रेलर देख खुश हुए : अर्जुन

aapnugujarat

સલમાન-કેટરીનાની ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ થશે

aapnugujarat

અજય અને કાજોલનું ઘર તૂટતા-તૂટતા રહી ગયું હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1