Aapnu Gujarat
બ્લોગ

કરણજીત કૌર : ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લીઓની

કેનેડામાં જન્મેલી ભૂતપુર્વ અમેરિકન પોર્નસ્ટાર અને હવે ઇન્ડિયન એકટ્રેસ સની લીઓની છેલ્લે અરબાઝ ખાન સાથે તેરા ઇન્તઝારમાં દેખાઇ હતી. આ ફિલ્મ ધારણા મુજબ હિટ થઇ નહોતી. એની રિલીઝ બાદ સની એક મહિનો સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં હતી. હાલમાં એક ચેનલના લોન્ચ કાર્યક્રમમાં સનીએ પોતાની ફિટનેસનાં રહસ્યો સાથેની વાતચીતમાં ખોલ્યા. પોતાના ફિટનેસ ફન્ડા વિશે બોલતાં સનીએ કહયુ હતુ કે છેલ્લા ૩૦ દિવસ કેપટાઉનમાં હુ સેલડ, ફૂટસ સૂપ એ બધુ જ ખાતી-પીતી હતી. ડેઇલી ૯૦ મિનિટ હું જિમ કરતી. પર્સનલ ટ્રેઇનર હતો, પરંતુ આ સંભાળ માત્ર બે સપ્તાહ કે એક મહિના માટે નથી. મારા માટે ફિટનેસ એક લાઇફ-સ્ટાઇલ છે. હુ માનુ છુ કે ફિટનેસ લાઇફ સ્ટાઇલની શરૂઆત શરીરથી નહી, મગજથી થાય છે. તમારે શરૂઆતથી જ મગજમાં એ ઠસાવી નાખવુ પડશે. તંદુરસ્ત જીવવા માટે શરીરની સાથે હૃદય પણ એટલું જ જરૂરી છે, કેમ કે ઇન્ડિયામાં પનીર, ઘી, ડ્રાયફૂટસ, વડાપાઉ, સમોસા આ બધુ આપણને બહુ જ ભાવે છે, પરંતુ આ બધુ શરીર અને હૃદય માટે સારૂ નથી. જો તમારે લાંબુ જીવવુ છે અને ચુસ્ત-તંદુરસ્ત હૃદય સાથે જીવવું છે તો તમારે મન-મગજથી કંટ્રોલ કરવો પડશે.તું કઇ રીતે આ બધુ મેઇન્ટેઇન કરે છે એવા સવાલના જવાબમાં સનીએ કહયુ હતું કે આબ ધુ મેઇન્ટેઇન કરતા ઘણાં વર્ષો લાગ્યા છે. હુ વરસોથી હેલ્ધી ફિટનેસને ફોલો કરતી આવી છુ હુ શુટિંગ અને ટ્રાવેલિંગ સહિત બાર થી પંદર કલાક જેટલું કામ કરુ છુ. આટલુ કામ કરવાની સાથે જો તમે યોગ્ય ખોરાક ન લો તો પ્રોબ્લેમ થઇ શકે છે. માત્ર યોગ્ય ખોરાક જ નહીં, એ પછી એટલી જ એકસરસાઇઝ પણ જરૂરી છે. હુ તો કહુ છુ કે અનિવાર્ય છે. નહીંતર એ એનર્જી કયારેય નહી આવે, ગમે એટલી ટ્રાય કરો.આજની તારીખમાં આપણા દેશમાં સની લીઓનીના નામથી કોઇ અજાણ નથી. લોકપ્રિય રીઆલિટી શો ’બિગ બોસ’માં સાત વર્ષ પહેલા આવેલી આ મોહક યુવતીએ બધાના દિલ જીતી લીધાં હતાં. પરંતુ ત્યાં સુધી ભાગ્યે જ કોઇ જાણતું હતું કે તે એક જાણીતી પોર્ન સ્ટાર છે. આ શો બાદ ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે તેને તેમની પુત્રી પૂજા ભટ્ટની ફિલ્મ ’જિસ્મ-૨’માં કામ આપ્યું. ત્યાર પછી સનીએ પાછળ વળીને નથી જોયું. પરંતુ એ હકીકત નકારી શકાય તેમ નથી કે સનીનું મૂળ નામ કરણજીત કૌર વોહરા હતું. અને મૂળ ભારતીય સની કેનેડામાં ઉછરીને મોટી થઇ હતી અને ત્યાં જ પોર્ન સ્ટાર બની હતી. તેના આઇટમ સોંગ્સ અને ટી.વી. શોઝ પણ ખાસ્સાં લોકપ્રિય થયાં છે. પરંતુ તે કરણજીતમાંથી સની લીઓની શી રીતે થઇ તેનું રહસ્ય તેની વેબ સિરિઝ ’કરણજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લીઓની’ ઉઘાડે છે. તેની જીવની સમી આ વેબ સિરિઝમાં તેના જીવનના અન્ય રહસ્યો પણ ખુલ્યાં છે.
ખાસ કરીને તેનું નામ સની શી રીતે પડયું તે. આ સિરિઝમાં સની ફરીથી પોતાનો ભૂતકાળ જીવી છે. સની કહે છે કે મારા માટે આ કામ કરવું સહેલું નહોતું. વાસ્તવમાં મેં જ્યારે મારા પોતાના પર બની રહેલી સિરિઝ પર કામ શરૃ કર્યું ત્યારે મને પોતાને કલ્પના નહોતી કે મારા માટે આ કામ સૌથી અઘરું પુરવાર થશે. પોતાનો જ કપરો ભૂતકાળ તાજો કરવો, સંવેદનશીલ બનાવોને પડદા પર ભજવી બતાવવાં બહુ કપરાં બની રહે છે. મારા મોહક સૌંદર્ય પાછળ બધા ઘેલા છે. પરંતુ સ્ટાર બનવા પાથળ લોહી-પાણી એક કરવા પડે છે. તમારે રાતા પાણીએ રોવું પડે છે. અને સતત સખત પરિશ્રમ કરવો પડે છે. ઝાકઝમાળની દુનિયાની પાછળ એક પરિશ્રમ અને દુઃખની દુનિયા ધબકતી હોય છે. અને તમારે તેમાં જ જીવવાનું હોય છે. બહાર જે દેખાય તે તો મોહરું હોય છે. અસલી ચહેરો, એટલે કે વાસ્તવિક્તા તો પડદા પાછળ હોય છે. જોકે આ સિરિઝ બહુ જાળવીને અને સુરુચિપૂર્ણ રીતે ફિલ્માવવામાં આવી છે. જેથી મારા ઘણાં સગીર અને યુવાન પ્રશંસકો પર તેની કોઇ માઠી અસર ન પડે.
હું ખાતરીપૂર્વક કહું છું કે આ સિરિઝ જોયા પછી સ્ટાર બનવા માગતા લોકોને ખબર પડશે કે આ કામ કેટલું કપરું છે. પોતાની જીવની ફરીથી ’જીવતી’ વખતે તેને કેવું લાગ્યું હતું તેના વિશ ે સની કહે છે કે કેટલાંક દ્રશ્યો ભજવવા મારા માટે ખરેખર કપરાં હતાં.
ખાસ કરીને જ્યારે હું મારા માતા પિતાને મારા કામ વિશે કહું છું અને મારા પિતા મારી વાત સાંભળીને સાવ જ ભાંગી પડે છે. તેઓ ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડે છે. મેં જ્યારે આ દ્રશ્ય ભજવ્યું ત્યારે હું ફરી એક વખત લાગણીના પૂરમાં તણાઇ ગઇ હતી. હું પણ તે વખતે ભાંગી પડી હતી. પરંતુ તે વખતે મારા પતિ ડેનિયલ વેબર ત્યાં હાજર હતા. અને તેમણે મને સાંત્વન આપ્યું હતું. સનીના મરાઠી લાવણી ગીત પર દર્શકો વારી ગયા છે. તે કહે છે કે દર્શકોએ મને જે રીતે આ ગીતમાં વધાવી લીધી તે મારા માટે ખરેખર આશ્ચર્યજનક હતું. મેં આ લાવણીમાં નવવારી સાડી પહેરી હતી. અને ’કુઠે કુઠે ઝાયચા…’ જેવા જાણીતા રેટ્રો સોંગ પર લોકનૃત્ય કર્યું હતું. મહત્વની વાત એ છે કે૧૯૮૦નીસાલમાં દંતકથા સમાન અભિનેત્રી રેખાએ તેના પર ડાન્સ કર્યું હતું. સની ભલે એક સમયમાં પોર્ન સ્ટાર હતી. પણ તેની કેટલીક બાબતો ખરેખર હૃદયસ્પર્શી છે. જેમ કે તેણે એક બાળકીને દત્તક લીધી છે. તેણે અને તેના પતિએ તેનું નામ નિશા રાખ્યું છે.
આ સિવાય તેને સરોગસીથી જોડિયા દીકરા પણ થયા છે. અને આજે તે ત્રણ સંતાનોની માતા છે. આ બાબત જ દર્શાવેછે કે તમે કામ કોઇપણ કરતાં હો પણ તમારી અંદર ધબકતી સ્ત્રી હંમેશાં માતા બનવા તડપતી હોય છે.

Related posts

સૉશિઅલ મીડિયાનો સદુપયોગ

aapnugujarat

તેજ બહાદુર યાદવ : બરતરફીથી મોદી સામે ઉમેદવારી સુધીની સફર

aapnugujarat

ઈબાદત અને ઝકાતનો માસ : રમઝાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1