Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી, ગીતાંજલિ વિરૂદ્ધ સેબી દ્વારા પગલા લેવાની તૈયારી

માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા પંજાબ નેશનલ બેંક અને ગીતાંજલિ જેમ્સ સામે પીનલ પગલા લેવા માટેની તૈયારી કરી લીધી છે. હાલમાં જ શંકાસ્પદ કારોબાર અને સંબંધિત મુદ્દાઓમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ સેબી દ્વારા પીએનબી અને ગીતાંજલિ સામે પીનલ પગલા લેવા તૈયારી કરી છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ ૧૪૦૦૦ કરોડ રૂપિયાના બેંકિંગ કૌભાંડના મામલામાં ઉંડી તપાસ હાલ ચાલી રહી છે. માર્કેટ વોચ ડોગ દ્વારા ગયા સપ્તાહમાં જ વારંવાર ઉચાપતના આંકડાના સંદર્ભમાં સ્ટોક એક્સચેંજને માહિતી આપવામાં વિલંબ કરવા બદલ પીએનબીને પત્ર લખીને ચેતવણી જારી કરી હતી. ફરાર થયેલા નિરવ મોદી અને ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપની દ્વારા વારંવાર નાણાની ઉચાપત કરવામાં આવી હતી. ગેરકાયદેરીતે લેવડદેવડ કરવામાં આવી હતી. તપાસ હજુ ચાલી રહી છે ત્યારે પીનલ પગલા તપાસના અંતિમ પરિણામ ઉપર આધારિત રહેશે. પીએનબી ડાયમંડ કારોબારી દ્વારા છેતરપિંડીનો શિકાર થયા બાદ આને લઇને જુદી જુદી તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં સીબીઆઈ, ઇડી અને ઇન્કમટેક્સ વિભાગનો સમાવેશ થાય છે. સિક્યુરિટીઝ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને સ્ટોક એક્ચચેંજ દ્વારા નિરવ મોદી અને ગીતાંજલિ સાથે સંકળાયેલી કંપનીઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. મેહુલ ચોક્સી મુખ્ય પ્રમોટર તરીકે રહ્યા છે. મેહુલ ચોક્સી પહેલાથી જ જુદા જુદા કેસોનો સામનો કરી રહ્યા છે.
જુલાઈ ૨૦૧૩માં એનએસઈએ સેબી સાથે વાતચીત કરીને ગીતાંજલિ ઉપર બ્રેક મુકી દીધી હતી. સાથે સાથે ચોક્સી ઉપર કારોબાર કરવાથી બ્રેક મુકી દીધી હતી. પોતાની કંપનીના કારોબાર સાથે સંબંધિત નિયમોના ભંગ બદલ તેમને રોકવામાં આવ્યા હતા. સેબીના ચેવતણી પત્રમાં પણ સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે. કંપનીઓને નવા નિયમો હેઠળ સમયસર કોઇપણ કિંમતની સંવેદનશીલ માહિતી શેરબજારને આપવાની જરૂર હોય છે.

Related posts

5 youths from J&K’s Kulgam shunned path of violence and surrendered before police

aapnugujarat

जीएसटी पर संसद के विशेष सत्र में शामिल नहीं होगी कांग्रेस

aapnugujarat

મુંબઈમાં ભારે વરસાદ હજુ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1