Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક : એગ્ઝિટ પોલ બાદ સટ્ટામાં ભાજપ ફેવરીટ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થનાર છે ત્યારે એગ્ઝિટ પોલના તારણ બાદ હવે સટ્ટાબજારમાં પણ જોરદાર તેજી આવી ગઇ છે. સટ્ટાબજાર સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ભાજપની જીત પર દાવ લગાવી રહ્યા છે. અલબત્ત મોટા ભાગના સટ્ટોડિયાઓ માની રહ્યા છે કે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને ત્રીજા પક્ષ જેડીએસની મદદ લેવી પડશે.
એકલા હાથે ભાજપને બહુમતિ નહીં મળે. જો કે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે. તમામ એગ્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની વાત કરવામાં આવી છે. તેમાં ભાજપ સૌથી મોટી પાર્ટી રહી શકે છે. ભાજપને ૯૬-૯૮ સીટો અને કોંગ્રેસને ૮૫-૮૭ સીટો મળી શકે છે. બુકીજ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ભાજપ મેદાન મારી જશે. સટ્ટોડિયાઓને વિશ્વાસ છે કે ભાજપ રાજ્યમાં સરકાર બનાવી લેશે. માર્કેટમાં ભાજપ વધારે પૈસા લગાવી રહ્યા છે. કર્ણાટકમાં ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું હતુ. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદવાર સહિત ૨૬૫૪ ઉમેદવારોના ભાવિ ૧૨મી મેના દિવસ બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે આવતીકાલે આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. કર્ણાટક ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ દાવ લગાવી દેવામાં આવ્યા હતા. હવે પાર્ટી શાનદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. કોંગ્રેસ તરફથી રાહુલે પણ તમામ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન મોદીએ ૨૩થી વધારે રેલી કરી હતી. અમિત શાહ અને યોગી પણ પ્રચારમાં સતત વ્યસ્ત રહ્યા હતા.

Related posts

हिमाचल प्रदेश और महाराष्ट्र में देर रात भूकंप के झटके, तीव्रता 4.0 रही

aapnugujarat

આરબીઆઈએ સરકારના વિઝનને સપોર્ટ કરવો જ જોઈએ : ગડકરી

aapnugujarat

अब आधार कार्ड के लिए ऑफलाइन वेरिफिकेशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1