Aapnu Gujarat
મનોરંજન

કંગના મણિકર્નિકા ફિલ્મને લઇ આશાવાદી

બોલિવુડની અભિનેત્રી કંગના રાણાવત કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમા પણ ધારણા પ્રમાણે જ છવાઇ ગઇ હતી. તે કાન્સમાં હાજરી આપવાને લઇને લઇને તૈયારી કરી રહી હતી. તેના લુકથી તમામ લોકો પ્રભાવિત થયા હતા. કંગના હાલમાં બે વાતોને લઇન ભારે ચર્ચામાં છે. તેની ફિલ્મ મણિકર્નિકા પર તમામ ચાહકોની નજર છે. જે ઝાંસીની રાનીની લાઇફ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી બાજુ બાજુ હાલમાં એક ટીવી ઇન્ટરવ્યુમાં કરેલી બાબતોને લઇને પણ ભારે ચર્ચામાં છે. . આ ચેનલ સાથેની વાતચીતમાં કગનાએ રિતિક રોશન સાથે તેના પ્રેમ સંબંધો અને અન્ય તમામ વિવાદ મુદ્દે વાત કરી હતી. પોતાની ફિલ્મને લઇને હાલમાં તે પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં વ્યસ્ત છે. કંગનાએ કહ્યુ છે કે કેટલાક પત્રકાર એવા છે જે તેની સામે વિરોધ ધરાવે છે. તેની સાથે દુશ્મનાવટ રાખે છે. કારણ કે તે ઓપોજિટ પાર્ટીના મિત્રો છે. જો કે પત્રકારોની લાઇફ ખુબ રોમાંચક રહે છે. તે ફિલ્મી સ્ક્રીન પર પત્રકાર તરીકેની ભૂમિકા અદા કરવા માટે ઇચ્છુક છે. જો કે તેને હજુ સુધી એવી પટકથા મળી નથી જે પત્રકારની લાઇફ સાથે જોડાયેલી હોય છે. તેનુ હેવુ છે કે જો કોઇ પાવરફુલ જર્નાલિસ્ટની પટકથા મળી જાય તો મજા પડી શકે છે. ક્વીન સ્ટારનુ કહેવુ છે કે તે પત્રકાર તરીકેની ભૂમિકા કરવા માંગે છે. કારણ કે તે પત્રકારની લાઇફથી ખુબ પ્રભાવિત છે. તેનુ કહેવુ છે કે કોઇ પત્રકારની બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક નથી. તે ફેશનની દુનિયાની ચીજોને નજીકથી જોઇ ચુકી છે. કાન્સમાં તેની હાજરીને લઇને ચાહકોમાં ચર્ચા શરૂ થઇ છે. તે અન્ય ભારતીય સ્ટાર સાથે અહીં પહોંચી હતી.

Related posts

અભિનેત્રી ભૂમિ પેડનેકર કોરોના પોઝીટીવ

editor

પદ્માવત નામથી ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રજૂ થશે

aapnugujarat

किक – २ अगली ईद पर होंगी रिलीज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1