Aapnu Gujarat
ગુજરાત

પાટીદારો પર પોલીસ દમન કેસમાં અમિત શાહ સૂત્રધાર : રાજદ્રોહ કેસમાં હાજર હાર્દિક પટેલની પ્રતિક્રિયા

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ આજે રાજદ્રોહ કેસમાં સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. એ દરમ્યાન પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર થયેલા પોલીસ દમનની તપાસ માટે રચાયેલા પૂંજ તપાસ પંચ અંગે પોતાના પ્રતિક્રિયા આપતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પંચની રચના કરવામાં આવી છે તે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને છે. નારાજ પાટીદારોને મનાવવા માટેની એક લોલીપોપ છે, બીજુ કંઇ નહી. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોલીસ દમનમાં મુખ્ય સૂત્રધાર તો અમીત શાહ જ છે. જે વખતે ધમાલ થઈ હતી તેમાંના કેટલાક અધિકારીઓનું પ્રમોશન થયું છે તો, કેટલાક દિલ્હી બેઠા છે. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો. પંચોને બોલાવાયા હતાં પરંતુ પંચો હાજર રહી શકયા ન હતા. તેથી હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે. સુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મીટીંગોમાં તેઓ હાજર રહીને ફરીથી ભાજપ વિરુધ્ધ રણનીતિ ઘડતાં હોવાનો તેણે ઘટસ્ફોટ કર્યો હતો. દરમ્યાન કોર્ટ પરિસરમાં જ હાર્દિક પટેલે ફરીથી ભાજપીઓનો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવાની સાથે સરદારના જન્મસ્થળ કરમસદમાં સરદાર સ્મારકને લઈને ચાલી રહેલા આંદોલન અંગે હાર્દિકે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પણ સરદાર પટેલનું કોઈ સ્મારક નથી ત્યારે સ્મારક બનાવવું જોઈએ અને અમે આ આંદોલનને સંપૂર્ણ રીતે સપોર્ટ કરી રહ્યાં છીએ. આ જ સમય છે કે સપોર્ટ કરવો જોઈએ. અત્યારે નહીં કરીએ તો ક્યારે સપોર્ટ કરીશું. સરદાર પટેલનું સ્મારક સૌ કોઇ માટે ગૌરવની વાત છે.

Related posts

છોટાઉદેપુર બેઠક ભાજપ માટે પડકારરૂપ બનવા માટેના સંકેત

aapnugujarat

નિમણૂંકપત્ર એનાયત કરવાના કાર્યક્રમ : રિવરફ્રન્ટ ઉપર પોલીસ જવાનો જાહેરમાં પેશાબ કરતા દેખાયા

aapnugujarat

ઠંડુ/ગરમી પાણી શરીર માટે ખૂબ જ ખતરનાક છે, સ્વાસ્થ્ય માટે આ 4 મોટા ગેરફાયદા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1