Aapnu Gujarat
રમતગમત

મુંબઇ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે આજે ખરાખરીનો જંગ

આઈપીએલ : આજે મુંબઈ-બેંગ્લોર વચ્ચે રોચક મુકાબલો
મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આજે બેંગલોરમાં રોમાંચક જંગ ખેલાનાર છે. આના માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બેંગલોર અને મુંબઇ બન્નેને હવે આગામી રાઉન્ડમાં પહોંચી જવા માટે પોતાની તમામ મેચો જીતવી પડશે. વિરોટ કોહલી અને રોહિત શર્મા માટે હવે પોતાની ટીમને સ્પર્ધામાં રાખવાની બાબત પડકારરૂપ બની ગઇ છે. તેની છેલ્લી મેચમાં કોહલીની આગેવાનીમાં બેંગલોરની કોલકત્તા સામે હાર થઇ હતી. ટીમનો કંગાળ દેખાવ રહ્યો હતો. ખાસ કરીને ફિલ્ડિંગ ખુબ ખરાબ રહી હતી.આ પહેલા પણ આઇપીએલ-૧૧મી મેચમાં મુંબઇએ બેંગલોરને ૪૬ રને હાર આપી હતી. તે જોતા બેંગલોરની સામે મુંબઇના ખેલાડી ઉચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં ખુબ પાછળ છે. બેંગલોરે સાત મેચો પૈકી માત્ર બે મેચો જીતી છે. જ્યારે પાંચમાં તેની હાર થઇ છે. મુંબઇની હાલત પણ એવી જ છે. મુંબઇની પણ સાત પૈકી પાંચમાં હાર થઇ છે. બન્ને ટીમોનો દેખાવ હજુ સુધી ખુબ નબળો રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇની ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી. જે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાજનક બાબત રહી છે. બીજી બાજુ બેંગ્લોરની ટીમ પણ ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી.વિરાટ કોહલી, ડિવિલિયર્સ સહિતના ખેલાડી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં ઇરફાન, યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. મેચને લઇને કોલકત્તામાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે

Related posts

सिंधु ने फैन्स को दिया झटका, बोलीं ‘आई रिटायर’

editor

IPL की तैयारी में जुटे विराट

editor

આઇપીએલ-૨૦૧૮ : દર એક બોલે બીસીસીઆઈ રૂપિયા ૨૩ લાખ કમાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1