Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં હિઝબુલનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર ઠાર

જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી હતી. પુલવામામાં ભીષણ એન્કાઉન્ટરમાં હિઝબુલના ટોપ કમાન્ડર સમીર ટાઇગરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બુરહાન વાનીની જેમ ટાઇગર પણ ખીણમાં હિઝબુલના નવા પોસ્ટર બોય તરીકે ઉભરી રહ્યો હતો. દ્રાબગામ વિસ્તારમાં આજે સવારે અથડામણ થઇ હતી. ઠાર થયેલા ત્રાસવાદીની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા બાદ સેનાની આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. સુરક્ષા દળોએ ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. સુરક્ષા દળોએ ટાઇગરની સાથે સાથે આકિબ ખાન નામના વધુ એક ત્રાસવાદીને પણ ઠાર કરી દીધો હતો. વિસ્તારમાં બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ઘેરીને મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. અથડામણ દરમિયાન અડચણો ઉભી કરવા સુરક્ષા દળો ઉપર સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પરંતુ સેનાએ સફળતાપૂર્વક આ ઓપરેશનને પાર પાડ્યું હતું. સમીર ટાઇગરને ઠાર કરી દેવામાં આવ્યા બાદ સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ સફળરીતે આગળ વધી રહ્યું છે. ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવી ચુક્યા છે. કાશ્મીર ખીણમાં લાંબાગાળાથી સેનાએ આતંકવાદીઓની સામે ઓપરેશન ઓલઆઉટ ચાલાવ્યું છે. ૮મી જુલાઈ ૨૦૧૬ના દિવસે સેનાએ ત્રાલમાં હિઝબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર બોય અને કમાન્ડ બુરહાનવાનીને ઠાર કરી દીધો હતો. પહેલી એપ્રિલ ૨૦૧૮ના દિવસે દક્ષિણ કાશ્મીરના સોપિયન અને અનંતનાગ જિલ્લામાં સેનાએ ત્રાસવાદીઓની સામે મોટુ ઓપરેશન હાથ ધરીને ૧૩ ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા અને એકને જીવિત પકડી પાડ્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી બે ત્રાસવાદીઓ દ્વારા લેફ્ટી ઉંમર ફયાઝની હત્યામાં ભૂમિકા ભજવી હતી. જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોઇબા અને હિઝબુલ મુઝાહીદ્દીનના ત્રાસવાદીઓ સામે ચાલી રહેલા મોટા ઓપરેશનના પરિણામ સ્વરુપે એક પછી એક ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. હિઝબુલના ટોપ કમાન્ડર સમીર ટાઈગર કરાયા બાદ ત્રાસવાદીઓને મોટો ફટકો પડ્યો છે. હિઝબુલના ટોપ કમાન્ડર સમીરને ઠાર કરી દેવામાં આવ્યા બાદ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. અન્ય આતંકવાદીઓ સ્થાનિક લોકોની અંદર છુપાયેલા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યા બાદથી તોઇબા અને હિઝબુલના ત્રાસવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે.

Related posts

ભ્રષ્ટાચારી,ક્રિમિનલ નેતાઓને ‘આપ’માં જગ્યા મળશે નહીં : કેજરીવાલ

editor

દિલ્હી સરકારની સત્તા ઓછું કરતા બિલ વિરુદ્ધ કેજરીવાલ સુપ્રિમ કોર્ટ જશે

editor

દેશમાં ૨.૩ કરોડ બાળકો મજૂરી કરવા મજબૂર,૧.૯ કરોડે સ્કૂલ છોડી : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1