Aapnu Gujarat
મનોરંજન

રણબીર તેમજ આલિયાની ફિલ્મમાં મૌની વિલન હશે

ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય હવે બોલિવુડની ફિલ્મો મેળવી રહી છે. તે રણબીર કપુરની ફિલ્મમાં વિલન તરીકે નજરે પડનાર છે. આ ફિલ્મ ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કુમારની ફિલ્મ ગોલ્ડ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહેલી ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મૌની રોયને હવે સતત સારી ફિલ્મો મળી રહી છે. સલમાન ખાન સાથે તેના સારા સંબંધના કારણે પણ તેને ફિલ્મ મળી રહી છે. મૌની રોય હવે રણવીર કપુર અને આલિયા ભટ્ટની સાથે કામ કરવા જઇ રહી છે. એમ કહેવામાં આવે છે કે અયાન મુખર્જીની ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. અયાન મુખર્જી પોતાની મહત્વકાંક્ષી ફિલ્મને લઇને આશાવાદી દેખાઇ રહ્યા છે. હેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડમાં આશાસ્પદ રીતે એન્ટ્રી કરી રહેલી મૌની રોય અન્ય ફિલ્મો પણ મેળવી લેવ તેવી શક્યતા દેખાઇ રહી છે. એક ઓનલાઇન રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તીન પાર્ટમાં બનનાર આ પિલ્મ એક ફેન્ટેસી ફિલ્મ છે. જેમાં મૌની રોય વિલનના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં રણબીર કપુર સુપરહિરોના રોલમાં દેખાશે. જ્યારે આલિયા ભટ્ટ તેની પ્રેમિકાના રોલમાં નજરે પડનાર છે. મૌની ટીવી સિરિયલ નાગિન મારફતે લોકોમાં જાણીતી બની હતી. જેથી તેની નેગેટિવ ભૂમિકા ચાહકોને પસંદ પડી શકે છે.
નાગિન મારફતે તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ હતી. સલમાન ખાન સાથે તેની મિત્રતા પણ બોલિવુડમાં જાણીતી રહી છે. ફિલ્મમાં બોલિવુડના મહાયનક અમિતાભ બચ્ચને પણ યાદગાર ભૂમિકા અદા કરી છે. ફિલ્મ ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી ચુકી છે. મૌની રોય મજબુતી સાથે આગળ વધવા તૈયાર છે.

Related posts

ट्रोलर्स और हेटर्स की बातों पर ध्यान नहीं देती हूं : सोनाक्षी सिन्हा

aapnugujarat

पूजा बनर्जी के घर जल्द आने वाला हैं नन्हा मेहमान

editor

ધોની પરની ફિલ્મની સિક્વલ બનાવવા માટે તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1