Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જજના નામો ફેરવિચારણા માટે મોકલવાનો સરકારને અધિકાર

સુપ્રીમ કોર્ટે જજના રુપમાં નિયુક્તિ સંબંધિત વોરંટ પર સ્ટે મુકવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર ભલામણને પરત મોકલે છે તો તે બાબત તેના અધિકાર ક્ષેત્રમાં છે. ફેરવિચારણા માટે જજના નામને મોકલવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેલો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ ખાનવીલકર અને જસ્ટિસ ચંદ્રચુડની બેંચે વકીલ ઇન્દિરા જયસિંહની અરજીને અકલ્પનીય તરીકે ગણાવીને કહ્યું છે કે, આવું પહેલા ક્યારે પણ સાંભવામાં આવ્યું નથી. ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જોસેફ અને ઇન્દુ મલ્હોત્રાને એક સાથે સુપ્રીમ કોર્ટના જજ નિમવા માટેની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં ૧૦૦થી વધારે વકીલોએ અરજી દાખલ કરી હતી. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે પોતાની અરજીમાં કહ્યું હતું કે, કોલેજિયમની ભલામણ છતાં કેન્દ્ર સરકારે કેએમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમવાનો ઇન્કાર કરી દીધો છે. કેન્દ્ર સરકારે ઇન્દુ મલ્હોત્રાને જજ તરીકે નિમતી વેળા કોલેજિયમને જસ્ટિસ જોસેફના નામ ઉપર ફેર વિચારણા કરવા માટે સૂચના આપી દીધી છે. વકીલ ઇન્દિરા જયસિંહે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ૧૦૦થી વધારે વકીલોએ કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી હતી. જયસિંહે દલીલ કરી હતી કે, અમને આ બાબતની માહિતી મળી છે કે, કેન્દ્ર સરકારે જસ્ટિસ એએમ જોસેફના નામને મહત્વ આપ્યું નથી. જસ્ટિસ જોસેફે કેન્દ્રના ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણને ફગાવી દીધી હતી. વર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કર્યું હતું પરંતુ ઉત્તરાખંડ હાઈકોર્ટે ચીફ જસ્ટિસ કેએમ જોસેફે આ નિર્ણયને ફગાવી દીધો હતો. ત્યારબાદ રાજ્યમાં ફરીવાર કોંગ્રેસની સરકાર આવી ગઈ હતી. આ મુદ્દા ઉપર રાજકીય ઘમસાણની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેન્દ્ર સરકારે કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે, જસ્ટિસ જોસેફના નામને પેન્ડિંગ રાખવાને લઇને તેમની પાસે મુદ્દા છે. કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક માટે પ્રાથમિકતા ક્રમમાં જસ્ટિસ જોસેફને પહેલા નંબરે અને મલ્હોત્રાને બીજા નંબર પર રાખીને ભલામણ કરી હતી. બીજી બાજુ કેન્દ્ર સરકારે ઇન્દુ મલ્હોત્રાના નામને મંજુરી આપી દીધી છે. જસ્ટિસ જોસેફના નામને પેન્ડિંગ રાખી દીધું છે. સુત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમને કહ્યું છે કે, જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના નિમણૂંક કરવાની પોતાની ભલામણ ઉપર ફરી વિચારણા કરે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જજના નામ ઉપર ફેર વિચારણા કરવા માટે મોકલવાનો કેન્દ્રનો અધિકાર છે. કોંગ્રેસ પાર્ટીએ તીવ્ર આક્ષેપો કર્યા છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, સરકાર જજના નામને પરત મોકલવાનો સંપૂર્ણપણે અધિકાર ધરાવે છે. વિવાદો હાલ અકબંધ રહે તેવી સંભાવના છે.

Related posts

ભારત માતાની જય બોલવી જરૂરી છે : વસીમ રિઝવી

aapnugujarat

આંબેડકર જ્યંતિને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારોને કડક સુચનાઓ

aapnugujarat

વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ ૧૮મી મેના રોજ ખૂલશે

editor

Leave a Comment

UA-96247877-1