Aapnu Gujarat
રમતગમત

ઝુલન ગોસ્વામીના સન્માનમાં પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી

હાલમાં ભારતીય મહિલા ખેલ ક્ષેત્રે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં મહિલા ક્રિકેટનું મહત્વ વધી રહ્યું છે. ગત્ત વર્ષે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારથી ભારતીય મહિલા ટીમનું કદ ઝડપથી વધી રહ્યું છે.
આ વિશ્વકપની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો, પરંતુ મહિલા ટીમે તેના પ્રદર્શનથી તમામના દિલ જીતી લીધા હતા.આ વાતને જોતાં સરકાર તરફથી પણ મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે અને મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે. મહિલા ક્રિકેટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર ભારતીય મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના સન્માનમાં પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી. આઇસીસી ક્રિકેટની વેબસાઇટ અનુસાર, કોલકત્તા સ્પોર્ટસ જર્નાલિસ્ટ ક્લબમાં આયોજીત એક સન્માન સમારોહમાં ઝુલનના નામની પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન ઝુલન અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી હાજર હતો. પાંચ રૂપિયાના મૂળ્યવાળી પોસ્ટલ ટિકિટ પર ઝુલનની સાતે વિક્ટોરિયા મેમોરિયલની તસ્વીર પણ છે. આ ડાક ટિકિટ ઝૂલનની ઉપલબ્ધિઓના સન્માનમાં જારી કરવામાં આવી છે.
૩૫ વર્ષની ઝુલન આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ ઝડપી ચૂકી છે. તેના નામે ૧૬૯ મેચોમાં ૨૦૩ વિકેટ નોંધાયેલી છે. તેણે આ સિદ્ધિ આ વર્ષે ફેબ્રુઆરીમાં મેળવી હતી. ઝુલનને ગત વર્ષે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરના નામે સન્માન મળ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૭માં ૈંઝ્રઝ્ર ક્રિકેટર ઓફ ધ ઇયર બની હતી. ૨૦૦૭માં આઇસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધ ઇયર તરીકે પસંદ થયા બાદ તેને ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી. ૨૦૧૦માં તેને અર્જુન એવોર્ડ અને ૨૦૧૨માં પદ્મશ્રી એવોર્ડથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

કોહલી એકલો ચેમ્પિયન નહીં બનાવી શકે, અન્ય ખેલાડીઓ યોગદાન આપે તે જરૂરી : તેંડુલકર

aapnugujarat

લા લીગા : રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રો રહી

aapnugujarat

ક્રિસે ગેઇલનું માલદિવમાં વધુ એક પરાક્રમ

editor

Leave a Comment

UA-96247877-1