Aapnu Gujarat
રમતગમત

કોહલી એકલો ચેમ્પિયન નહીં બનાવી શકે, અન્ય ખેલાડીઓ યોગદાન આપે તે જરૂરી : તેંડુલકર

સચિન તેંડુલકર વર્લ્ડકપ જીતનાર સૌથી વરિષ્ઠ ભારતીય ક્રિકેટર છે. ૨૦૧૧ના વર્લ્ડકપ પહેલા સચિને ૧૯૯૨, ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૩ અને ૨૦૦૭ના એમ ૫ વર્લ્ડકપ રમ્યા હતા અને કરિયરના અંતિમ તબક્કે કપ જીત્યો હતો. બીજી તરફ વિરાટ કોહલી પર તેના આઇડલ સચિન જેટલું દબાણ નહીં હોય કારણકે તે ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે.
સચિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દરેક મેચમાં ૧-૨ ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે, પરંતુ જ્યાર સુધી આખી ટીમ એક સાથે પરફોર્મ ન કરે ત્યાર સુધી તમે વર્લ્ડકપ જીતી શકતા નથી. કોહલી એકલો ભારતને વર્લ્ડકપ નહીં જીતાડી શકે, તે માટે તેને અન્ય ખેલાડીનો સપોર્ટ મળે તે જરૂરી છે.
ભારતના વર્લ્ડકપ જીતવાના ચાન્સીસ અંગે વાત કરતા સચિને કહ્યું હતું કે ટીમમાં અનુભવ અને યુવાનું યોગ્ય મિશ્રણ છે. અમુક ખેલાડીઓ એવા છે જેમની પાસે ૮-૧૦ વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટનો અનુભવ છે. તો બીજી તરફ ટીમમાં કુલદીપ, રાહુલ, હાર્દિક, બુમરાહ અને ચહલ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ છે જેમની પાસે ૨ વર્ષનો અનુભવ છે. ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.
વનડેમાં બંને તરફથી નવા બોલના ઉપયોગને લઈને સચિને નારાજગી વ્યક્ત કરી
તેંડુલકરે કહ્યું હતું કે નંબર ૪ પર કોણ બેટિંગ કરે છે તે ચિંતાનો વિષય નથી. ટીમ નંબર ૪ પર ફ્લેક્સિબલ રહી શકે છે અને પરિસ્થિતિ પ્રમાણે બેટ્‌સમેનને મોકલી શકે છે.જોકે માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટમાં બેટ્‌સમેનના વધતા વર્ચસ્વથી ખુશ નથી. તેણે કહ્યું કે ક્રિકેટમાં બંને એન્ડથી નવા બોલના ઉપયોગ અને ફ્લેટ પીચે બોલર્સ માટે જીવવું અઘરું કરી દીધું છે.પાકિસ્તાન-ઇંગ્લેન્ડની સિરીઝનું ઉદાહરણ આપતાં તેણે કહ્યું કે મને આશ્ચર્ય થાય જે રીતે ટીમ ૩૫૦ રન કરે છે અને લક્ષ્યનો પીછો કરતી ટીમ ૫-૫ ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કરે છે.તેણે કહ્યું હતું કે, બોલ હાર્ડ રહે છે અને રિવર્સ થતો નથી. મને યાદ નથી કે એક વનડે મેચમાં મેં છેલ્લે બોલને રિવર્સ થતાં ક્યારે જોયો હતો?તે વધુ ઉમેરતા કહે છે કે જયારે હું રમતો હતો ત્યારે ઇનિંગ્સની ૨૮મી કે ૩૦મી ઓવરથી બોલ રિવર્સ થવા લાગતો હતો. ડેથ ઓવર્સમાં બોલનો કલર પણ જતો રહેતો હતો. બેટિંગ કરવી ચેલેંજિંગ હતી, હવે પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે, જે મારા પ્રમાણે ક્રિકેટ માટે સારી નથી.તે અંગે સોલ્યુશન આપતાં સચિને કહ્યું કે પીચ પરથી કુદરતી રીતે બોલરને મદદ મળવી જોઈએ, અથવા ફરીથી એક બોલ સાથે જ ફિલ્ડિંગ ટીમે બોલિંગ કરવી જોઈએ.

Related posts

ફિક્સિંગ બદલ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ

aapnugujarat

મોહમ્મદ શમીની કારને અકસ્માત : માથામાં ઇજા

aapnugujarat

कोहली वेस्ट इंडीज दौरे और उसके बाद भी कप्तानी करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1