Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

TCS ઇતિહાસ સર્જ્યો : ૧૦૦ અબજ ડોલરની મહાકાય કંપની

તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ) ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપવાળી દેશની પ્રથમ કંપની બનવામાં સફળ થઇ ચુકી છે. આની સાથે જ ટીસીએસે નવો ઇતિહાસ રચ્યો છે. ટીસીએસ પ્રથમ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપવાળી ભારતીય કંપની બની ગયા બાદ કોર્પોરેટ જગતમાં આજે આની ચર્ચા જોવા મળી હતી. ટીસીએસની એક પછી એક સફળતાનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. કંપનીના શેરમાં ચાર ટકાથી વધુનો વધારો થયા બાદ તેની માર્કેટ મૂડી ૧૦૦ અબજ ડોલરના આંકડાને પાર કરી ગઈ હતી. તેના શેરની કિંમત ૩૫૪૧ શરૂમાં રહ્યા બાદ ૩૫૫૭ સુધી રહી હતી. છેલ્લા સપ્તાહમાં શુક્રવારના દિવસે કારોબાર બંધ રહ્યો ત્યારે કંપની ૧૦૦ અબજ ડોલરની ભારતીય કંપની બનવાની બિલકુલ નજીક હતી અને તેની માર્કેટ મૂડી ૯૯ અબજ ડોલરની આસપાસની હતી. શુક્રવારના દિવસે ટીસીએસના શેરમાં છ ટકાનો વધારો થયો હતો. તેના ચોથા ત્રિમાસિક ગાળામાં નેટ નફામાં ૪.૫ ટકાનો વધારો થયા બાદ ટીસીએસના શેરમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ નફો ૬૯૨૫ કરોડ રહ્યો છે અને તેમાં ૪.૫૭ ટકાનો વધારો નોંધાઈ ચુક્યો છે. ગયા વર્ષે આજ ગાળામાં નેટનફાનો આંકડો ૬૬૨૨ કરોડ રૂપિયાનો હતો. કંપની દ્વારા બોનસની જાહેરાત પણ કરવામાં આવી હતી. આજે સોમવારના દિવસે ટીસીએસના શેરમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. આઈટી સેક્ટરની આ મહાકાય કંપનીની માર્કેટ મૂડી ૬૭૮૦૦૨ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ મજબૂતી સાથે કંપનીના રોકાણકારોની સંપત્તિમાં ૪૦૦૦૦ કરોડનો વધારો થયો છે. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૮ ત્રિમાસિક ગાળામાં અનેક મોટા પ્રોજેક્ટો હાથ લાગવાથી કંપનીને છેલ્લા નાણાંકીય વર્ષમાં છેલ્લા ત્રિમાસિક ગાળામાં સૌથી વધારે ફાયદો થયો હતો. ટીસીએસે ગુરુવારના દિવસે શેરબજાર બંધ થયા બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પરિણામ જાહેર કર્યા હતા. કંપનીને છેલ્લા નાણાંકીય વર્ષમાં પરિણામ મુજબ ૩૨૦૭૫ કરોડ રૂપિયાની ઓપરેશનલ આવક થઇ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીમાં ૮.૨ ટકા વધારે છે.
ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૭માં ટીસીએસના વેચાણમાં ૩.૯૩ ટકાનો વધારો થયો હતો. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭ ત્રિમાસિક ગાળામાં ૪.૨૯ ટકાના વધારા સાથે જંગી નફો મેળવ્યો હતો. તાતા કન્સલ્ટન્સી સર્વિસે પ્રતિશેરત ૨૯ રૂપિયાનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત કંપનીએ શેરધારકોને ૧ઃ૧ના રેશિયોમાં ઇક્વિટી શેર આપવાની પણ જાહેરાત કરી છે. દેશની સૌથી વધારે કિંમત ધરાવતી કંપની બની ગઈ છે જેની માર્કેટ મૂડી પોતાના સ્પર્ધક ઇન્ફોસીસ કરતા ૨.૫ ગણી વધારે છે. છેલ્લા નાણાંકીય વર્ષનો દેખાવ સાનદાર રહ્યો હતો. ટીસીએસની માર્કેટ મૂડી એક પછી એક રેકોર્ડ કરી રહી છે. ટીસીએસના શેરમાં અવિરત તેજી જારી રહી છે. છેલ્લા બે કારોબારી સેસનમાં કંપનીના શેરમાં ૧૦ ટકાથી વધારેનો ઉછાળો આવ્યા બાદ તેના પર તમામ કાર્પોરેટ જગતની નજર કેન્દ્રિત તઇ ગઇ છે. છેલ્લા સેશનમાં તેજીના કારણે તેની માર્કેટ મૂડી ૭.૬૯ ટ્રિલિયન સુધી પહોંચી ગઇ છે. આજે ટીસીએસની માર્કેટ મુડી વધુ વધી હતી. તેના શેરની કિંમત ઇન્ટ્રા ડે દરમિયાન ૪.૫૭ ટકા સુધી વધી હતી. જ્યારે અંતે તેમાં ૦.૨૬ ટકાનો ઉછાળો આવ્યો હતો. તેના શેરમાં પોઇન્ટની દ્રષ્ટિએ જોવામાં આવે તો ૮.૮૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. તેના શેરની કિંમત ૩૪૧૫.૨૦ બોલાઇ હતી. હવે યુએસ બોન્ડ યિલ્ડ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

તાતા સન્સના ડિવિઝન તરીકે ટીસીએસની થયેલી સ્થાપના

ટીસીએસ હવે વિશ્વની ૧૦૦ મોસ્ટ વેલ્યુડ કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે. હાલમાં તે ૯૭માં ક્રમાંકે છે. સૌથી વધારે માર્કેટ મૂડીમાં જોવામાં આવે તો એપલ ૮૭૭ અબજ ડોલરની માર્કેટ મૂડી ધરાવે છે. ત્યારબાદ આલ્ફાબેટ, એમેઝોન, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ રહેલી છે. ટીસીએસ ભારતમાં તાતા ગ્રુપની ફ્લેગશીપ કંપની પૈકીની એક કંપની છે. ભારતના સૌથી મોટી ખાનગી સેક્ટરની કંપની પણ બની ચુકી છે. આ કંપનીમાં ચાર લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ૪૬ દેશોમાં તેનો ફેલાવો છે. આ કંપનીમાં ૩૫.૩ ટકા મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે. તેના વર્કફોર્સમાં ખુબ જ પ્રસંશનીય ઝેન્ડર રેસિયોની સ્થિતિ આ કંપની ધરાવે છે. કંપનીના સીઈઓ રાજેશ ગોપીનાથનને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ટીસીએસે એક પછી એક વિશ્વસનીય પગલા લઇને આ સિદ્ધિ હાસલ કરી છે. ૧૯૬૯માં સ્થાપિત કરવામાં આવેલી ટીસીએસ તેના ગોલ્ડન જ્યુબિલી યરની ઉજવણી કરી રહી છે. ટીસીએસમાં હજુ સુધી માત્ર ચાર જ સીઈઓ આવ્યા છે જેમાં ૧૯૬૯થી લઇને ૧૯૯૬ સુધી પ્રથમ સીઈઓ એફસી કોહલી રહ્યા હતા. તાતા સન્સના ડિવિઝન તરીકે તેની શરૂઆત કરી હતી.

Related posts

હવે પેટ્રોલિયમ મંત્રાલયની હિલચાલ રોકવાની અપીલ

aapnugujarat

अब आधार कार्ड के लिए ऑफलाइन वेरिफिकेशन

aapnugujarat

Infiltration in J&K’s LoC after 6 years, 2 Terrorists killed in Gurez sector of Dras

aapnugujarat

Leave a Comment

UA-96247877-1