Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ : આજે મુંબઈ-હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આજે ૨૩મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ખેલાશે. આ મેચનું પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇની ટીમ એક પછી એક મેચમાં હારનો સામનો કરી રહી છે જેથી તેના પર હવે જીત મેળવી લેવા માટે દબાણ છે. છેલ્લી મેચમા ંપણ તેની રાજસ્થાન રોયલ્સની સામે હાર થઇ હતી. તે હવે પોઇન્ટ ટેબલમાં ખુબ પાછળ છે. બીજી બાજુ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ફરી એકવાર પ્રથમ સ્થાન પર છે. અત્રે નોંધનીય છે કે, ૭ એપ્રિલ શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. વર્તમાન હાઇ પ્રોફાઇલ આઇપીએલમાં કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. તમામ ચાહકોમાં જોરદાર ક્રિકેટ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વખતે ચાહકોને બે ખેલાડી જોવા મળી રહ્યા નથી. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નતી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સંતોષજનક સ્થિતી હાલમાં ધરાવે છે. બન્ને ટીમો પોત પોતાની રીતે તમામ તાકાત લગાવી દેવા માટે સજ્જ દેખાઇ રહી છે. બીજી બાજુ સારી બાબત એ છે કે હજુ સુધી આઇપીએલ-૧૧ની તમામ મેચો હજુ સુધી ખુબ રોમાંચિત થઇ છે. આવી સ્થિતીમાં આ મેચ વધારે રોમાંચક રહી શકે છે.

Related posts

प्लेऑफ क्वालीफाई करने के लिए हमने अच्छी क्रिकेट खेली : कोहली

editor

ऑस्ट्रेलिया रवाना हुए ओपनर रोहित शर्मा

editor

पाक टीम के हेड कोच, मुख्य चयनकर्ता बने मिस्बाह उल हक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1