Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડિફેન્સ સેક્ટરમાં ૪૮ ખાનગી રોકાણ દરખાસ્તોને લીલીઝંડી

રક્ષણ ક્ષેત્રમાં ૪૮ ખાનગી મૂડીરોકાણ માટેની દરખાસ્તોને ઝડપથી સુરક્ષા લીલીઝંડી મળી ગઈ છે. મે ૨૦૧૫ બાદથી આ દરખાસ્તો મુકવામાં આવી હતી પરંતુ હવે આ દિશામાં ઝડપથી કામગીરી ચાલી રહી છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ નાના અને મધ્યમ પાયાના સુરક્ષા દળો માટેના હથિયારોના ઉત્પાદન માટે ગૃહમંત્રાલય દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. સુરક્ષાના મામલામાં નવા સંશાધનો માટે ૮૦૦ નવી અરજીઓ આ વખતે આવી હતી. ૪૮ ખાનગી રોકાણ માટેની દરખાસ્તોને મંજુરી મળી ગઈ છે. છેલ્લા થોડાક વર્ષોમાં વાર્ષિકરીતે ૧૨૦૦ જેટલી અરજીઓને મંજુરી મળી ગઈ છે. અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, ચીન અને જાપાન જેવા દેશોમાંથી વિદેશી મૂડીરોકાણની દરખાસ્તોને ગયા વર્ષે મંજુરી મળી હતી. ડિફેન્સની સાથે સાથે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ ૨૩૫ દરખાસ્તોને લીલીઝંડી મળી ગઈ છે. નાના અને મધ્યમ પાયાના હથિયારોના ઉત્પાદન માટે મંજુરી માટે સરકાર આગળ વધી રહી છે. અલબત્ત સંરક્ષણ મંત્રાલય દ્વારા મોટા પાયે મિલિટ્રી હાર્ડવેર ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મિલિટ્રી હાર્ડવેરની દિશામાં સરકાર આગળ વધી રહી છે. કોર્પોરેટ કંપનીઓ જેમને મંજુરી મળી ગઈ છે તેમાં રિલાયન્સ અને કલ્યાણી ગ્રુપનો પણ સમાવેશ થાય છે. આ બંને કંપનીઓએ હાલમાં જ એર ડિફેન્સ ગનના ઉત્પાદન માટેની સિસ્ટમમાં સામેલ થવાની વાત કરી દીધી છે. સરકાર માને છે કે, ડિફેન્સ બજેટમાં સ્થાનિક હિસ્સેદારીને પણ મહત્વ મળશે. એફડીઆઈની વ્યવસ્થા વધારે ઉદાર બનાવવામાં આવી રહી છે. મેક ઇન ઇન્ડિયાની પહેલને વધુને વધુ પ્રોત્સાહન આપવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે. ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, છેલ્લા થોડાક વર્ષોમાં વાર્ષિકરીતે ૧૨૦૦ અરજીઓને મંજુરી આપવામાં આવી છે. બ્રિટન, અમેરિકા, ઇઝરાયેલ અને અન્ય દેશોમાંથી રોકાણને મંજુરી આપવામાં આવી છે. મંત્રાલય તરફથી ચાર્ડર્ડ ફ્લાઇટો માટે પણ અરજીઓ આવી છે. આ ઉપરાંત કાર્ગો હેન્ડલીંગ અને વ્યક્તિગતો તરફથી અરજીઓ કરવામાં આવી ચુકી છે.
ટીવી ચેનલો માટે ૧૭૦ અરજીઓ આવી છે. આ તમામને મંજુરી મળી ગઈ છે. આ ઉપરાંત ૧૭૯ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને પણ મંજુરી મળી ગઈ છે. સુરક્ષા સંબંધિત મંજુરીની વ્યવસ્થાને મે ૨૦૧૫માં વધુ અસરકારક બનાવી દેવામાં આવી હતી. ત્યારબાદથી ઝડપથી તમામ ક્ષેત્રોમાં અરજીઓ મળી રહી છે. કલાનિધિ મારન ગ્રુપ તરફથી અરજીનો હજુ નિકાલ કરવામાં આવ્યો નથી. શિપિંગ સેક્ટરમાં ૧૮ અરજીઓને સુરક્ષા મંજુરી મળી ચુકી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી સૌથી વધારે ૩૯૦ અરજીઓ રજૂ કરવામાં આવી હતી.

Related posts

સોપોરેમાં ત્રણ ત્રાસવાદીઓ ઠાર

aapnugujarat

સંજય નિરુપમે વડાપ્રધાન મોદીને ઔરંગઝેબનો આધુનિક અવતાર ગણાવ્યાં

aapnugujarat

આધાર-પાન કાર્ડ ૩૦ જૂન સુધી લિન્ક કરવા આઈટીનું એલર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1