Aapnu Gujarat
ગુજરાત

૬૦૦૦થી પણ વધુ હોદ્દેદારના તોગડિયાના ટેકામાં રાજીનામા

વિશ્વ હિન્દુ પરિષદમાંથી ડો.પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી બાદ વિહિપના દેશભરના કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનોમાં ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફેલાઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી ડો.તોગડિયાના સમર્થનમાં વિશ્વિ હિન્દુ પરિષદના હજારો કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને અગ્રણીઓએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી સામૂહિક રાજીનામા ધરી દેવાનું ચાલું કર્યું છે. જેને લઇ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદના છ હજારથી વધુ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને અગ્રણીઓએ ડો.તોગડિયાના સમર્થનમાં પોતાના રાજીનામા ધરી દીધા છે. બીજીબાજુ, વિશ્વ હિન્દુ પરિષદને છોડવા મજબૂર કરાયેલા ડો.પ્રવીણ તોગડિયા તા.૧૭મી એપ્રિલે મંગળવારથી અમદાવાદમાં અચોક્કસ મુદતના અમરણાંત ઉપવાસ પર ઉતરવાના છે ત્યારે દેશભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદના હજારો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. તો, આજે હજારો કાર્યકરોએ વિહિપના પાલડી ખાતેના વણીકર ભવન ખાતેના કાર્યાલય ખાતે ઉમટી ડો.તોગડિયા સાથે મુલાકાત કરી હતી અને તેમની સમક્ષ સરકારના વલણ સામે વિરોધ વ્યકત કરી પોતાની હૈેયાવરાળ ઠાલવી હતી. રોષે ભરાયેલા હજારો કાર્યકરોએ ડો.તોગડિયાને નવા સંગઠન અથવા તો પક્ષની રચના કરવા પોતાની લાગણી અને ઉગ્ર માંગણી રજૂ કરી હતી. જો કે, ડો.તોગડિયાએ હાલના તબક્કે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. વિહિપના હજારો કાર્યકર્તાઓ સહિત દેશભરમાંથી કરોડો હિન્દુઓ તરફથી ડો.તોગડિયાને મોદી સરકાર સામેની રામમંદિર, ગૌ હત્યા પર પ્રતિબંધ અને કોમન સિવિલ કોડ મામલે શરૂ કરેલી નવી લડતમાં પોતાનું જોરદાર અને પ્રચંડ સમર્થન જારી કર્યું છે. ડો.તોગડિયાના મંગળવારથી અમરણાંત ઉપવાસને લઇ શહેર પોલીસ તંત્રથી લઇ વહીવટી તંત્રના અધિકારીઓ પણ સલામતી અને સુરક્ષા સહિતના અગમચેતીના પગલા લેવામાં જોતરાયા છે. દરમ્યાન ડો.તોગડિયાને વિહિપમાંથી કાઢી મૂકાતાં તેમના સમર્થનમાં દેશભરમાંથી રાજીનામાં પડી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના દેશના ૫૫ જિલ્લાઓ અને મહાનગરો, પ્રખંડોના કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો મળી કુલ છ હજારથી વધુ પદાધિકારીઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે. આ તમામ રાજીનામા ત્રણ પ્રાંતના અધ્યક્ષને અને સાથે સાથે તેની એક નકલ આરએસએસ કાર્યાલય ખાતે પણ મોકલાશે.

Related posts

દિયોદરની શાળા નં.૨ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડે રાજીનામું આપ્યું

aapnugujarat

મહેસાણાનો ૧૦ વર્ષનો આરવ કરે છે ઓક્સિજનનું વાવેતર

editor

ગુજરાત અલ્‍પ સંખ્‍યક નાણા અને વિકાસ નિગમને ફાળવેલ રકમ પૈકી ૬ કરોડ ૫૯ લાખ ૭૦ હજારની રકમ વણવપરાયેલ : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1