Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત અલ્‍પ સંખ્‍યક નાણા અને વિકાસ નિગમને ફાળવેલ રકમ પૈકી ૬ કરોડ ૫૯ લાખ ૭૦ હજારની રકમ વણવપરાયેલ : ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ

ગુજરાત અલ્‍પ સંખ્‍યક નાણા અને વિકાસ નિગમને ફાળવેલ રકમ અંગે અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.

જેના લેખિત જવાબમાં સરકારે જણાવ્‍યું છે કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત અલ્‍પ સંખ્‍યક નાણા અને વિકાસ નિગમને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે રૂ. ૩૦ કરોડ ૮૦ લાખ ૫૫ હજારની રકમ ફાળવી છે, તેની સામે રૂ. ૨૪ કરોડ ૨૦ લાખ ૮૫ હજારનો ખર્ચ કરવામાં આવ્‍યો છે અને રૂ. ૬ કરોડ ૫૯ લાખ ૭૦ હજારની રકમ વણવપરાયેલ રહી છે.

ગ્‍યાસુદ્દીન શેખે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યની વસ્‍તી ઉત્તરોત્તર વધતી જાય છે, જૈન સમાજનો પણ લઘુમતીઓમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે ત્‍યારે લઘુમતી સમાજના વિકાસ માટે વધુ રકમની ફાળવણી કરવી જોઈએ પરંતુ તેમ થતું નથી. લઘુમતીઓના વિકાસ માટે ફાળવવામાં આવતી રકમનો પૂરો ખર્ચ કરવામાં આવતો નથી. તેવું ધારભ્ય એ વિધાનસભાની અંદર જણાવ્યું હતું અને લઘુમતીને લઈને ફાળવવામાં આવેલા ફંડની વાત કરી હતી. આ પહેલા પણ તેઓ આ અંગે રજૂઆત કરી ચૂક્યા છે તેવું તેમણ

જણાવ્યુ હતુ

Related posts

ડીસામાં પહેલાં પિતા અને હવે પુત્રો સામસામે મેદાને ઉતર્યાં

aapnugujarat

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ભડકો

editor

Covid-19: Gujarat recorded 1,408 fresh cases and 14 deaths in 24 hours

editor

Leave a Comment

UA-96247877-1