Aapnu Gujarat
Uncategorized

અરવલ્લી : ‘સ્પા’ સામે કોંગ્રેસનું આક્રમણક વલણ, તાત્કાલિક ધોરણે સીલ કરવા માંગ

અરવલ્લી જિલ્લામાં ચાલતા સ્પાની આડમાં ગોરખધંધાઓને લઇને જિલ્લાની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લા સેવા સદનની આસપાસના વિસ્તારોમાં ધમધમતા સ્પાના નામે મસાજ પાર્લરમાં દેહવેપાર થતો હોવાની ચર્ચા વચ્ચે જીલ્લા પોલીસ સ્પેશલ ઓપરેશન ગૃપની ટીમે એ-વન થાઈ સ્પામાં ત્રાટકી એક ગ્રાહકને રૂપલલના સાથે રંગેરલીયા મનાવતો ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો. આ અંગે મોડાસા શહેરની મહિલા અગ્રણી સંસ્થાઓએ પણ આવેદનપત્ર આપી સ્પા બંધ કરવા વહીવટી તંત્ર અને પોલીસતંત્રને રજુઆત કરી છે ત્યારે જીલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ મોડાસા શહેરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધાંધા બંધ કરવા માંગ કરી હતી.

અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહીત કોંગ્રેસના અગ્રણીઓએ સ્પાના નામે ચાલતા દેહવેપારનો પર્દાફાશ કરનાર જીલ્લા પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી અને સ્પાના નામે જે ગોરખધંધા એ ખુબ જ દુઃખદ ઘટના છે જીલ્લામાં આવા કૃત્યો ન થવા જોઈએ અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવેની માંગ કરી છે.

પોલિસ દ્વારા સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરતા પોલિસની કામગીરીને બિરાદવી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ
More news to explore

Related posts

अगस्त में कारों की बिक्री 14 प्रतिशत बढ़ी

editor

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન સાથે સારો નફો

editor

Leave a Comment

UA-96247877-1