Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિરિયામાં કોઇપણ સમયે હુમલાઓ શરૂ કરાશે : ટ્રમ્પ

સિરિયામાં હાલમાં જ કેમિકલ હુમલો કરવામાં આવ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સિરિયાના પ્રમુખ અશદથી ખુબ જ નારાજ છે. અશદને એક પ્રાણી તરીકે ગણાવીને ડોનાલ્ડ ટ્રમ્પે તેમને જોરદાર ધમકી આપી છે. કિંમત ચુકવવા માટે તૈયાર રહેવા પણ કહ્યું છે. આજે ટ્રમ્પે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, સિરિયા પર હુમલો કરવામાં આવશે તે વાત તેઓએ ક્યારે કરી નથી પરંતુ વહેલીતકે પણ થઇ શકે છે અને મોડેથી પણ હુમલા થઇ શકે છે. અમેરીકાએ આઈએસથી મુક્તિ અપાવવામાં મોટુ કામ કર્યું છે. થોડાક દિવસ પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે, તે સિરિયાથી પોતાના જવાનોને પરત ખેંચવા માંગે છે. ગયા સપ્તાહમાં જ ડોમામાં કેમિકલ હુમલો કરાતા ૮૦ લોકોના મોત થઇ ગયા હતા. દરમિયાન સિરિયામાં અમેરિકા લશ્કરી કાર્યવાહી કરવાના વિકલ્પ ઉપર આગળ વધી રહ્યું છે. આનાથી રોકાણકારો આજે દહેશતમાં મુકાયા હતા. જેથી તેલ કિંમતો ૨૦૧૪ બાદથી સૌથી ઉંચી સપાટીએ પહોંચી હત. સપ્લાયને લઇને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, સિરિયામાં કોઇપણ સમયે મિસાઇલ હુમલા કરવામાં આવશે. બળવાખોરો ઉપર રસાયણ હુમલા કરવામાં આવ્યા બાદ સિરિયન પ્રમુખને ટેકો આપવા બદલ રશિયાની પણ ટ્રમ્પે ઝાટકણી કાઢી છે. સીરિયામાં રક્તપાતનો દોર જોરદારરીતે જારી રહ્યો છે. કેમિકલ હુમલો કરવામાં આવ્યા બાદ સીરિયાના લશ્કરી વિમાનમથક પર મિસાઇલ હુમલો કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા. ગયા સપ્તાહમાં સીરિયાના પૂર્વીય ઘોઉતામાં રસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૮૦થી પણ વધારે લોકોના મોત થયા હતા. કેમિકલ હુમલા બાદ તૈફુર વિમાનીમથક પર કેટલીક મિસાઇલો ઝીંકવામાં આવી હતી.

Related posts

એચ વન બી વીઝા પરનો ટ્રમ્પનો નિર્ણય અમેરિકાની કોર્ટે પલટી નાખ્યો

editor

ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા નિતીમાં ફેરફાર કરશે

aapnugujarat

Sedition law against opposition leaders invoked by Pak govt

editor

Leave a Comment

UA-96247877-1