Aapnu Gujarat
બિઝનેસ

૮.૫૫ ટકા વ્યાજદરને લઈ નવા પ્રશ્નો ઉઠાવાતા વિવાદ

એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા હાલમાં જ સૂચવવામાં આવેલા ૮.૫૫ ટકાના વ્યાજદરના મુદ્દા પર નાણા મંત્રાલય દ્વારા જ નવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ૨૦ કરોડ ફોર્મલ સેકટરના વર્કરો માટે વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૫૫ ટકાનો વ્યાજદર જાહેર કરવાના ઈપીએફઓના નિર્ણય સામે નાણા મંત્રાલય દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ૧૫મી માર્ચના દિવસે શ્રમ અને રોજગાર મંત્રાલયને લખવામાં આવેલા પત્રમાં નાણા મંત્રાલયે ઈપીએફઓ સામે કેટલાક પ્રશ્ન કર્યા હતા. ઈપીએફઓ દ્વારા હાયર સરપ્લસની રકમ કેમ જાળવવામાં આવી નથી તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ૮.૫૫ ટકાના દરે વ્યાજદર નક્કી કરતી વેળા સરપ્લસ રકમ કેમ જાળવવામાં આવી નથી તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ઈપીએફઓ દ્વારા આની સામે પોતાની રીતે દલીલો કરવામાં આવી હતી. સતત ત્રીજા વર્ષે નાણા મંત્રાલય દ્વારા શ્રમ મંત્રાલયને હાયર સરપ્લસ જાળવીરાખવા માટે સૂચના આપવામાં આવી છે. ઈપીએએફઓના ગ્રાહકો માટે વ્યાજદર અંગે નિર્ણય લેતી વેળા શા માટે સાવધાની રાખવામાં આવી નથી તેવા પ્રશ્નો કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલય દ્વારા અગાઉના બે વર્ષોમાં પણ આવી જ રજુઆતો કરી હતી અને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માટે ઈપીએફઓના સૂચિત વ્યાજદરના મુદ્દાને અસ્વીકાર કરી લીધો હતો. શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ કુમાર ગંગવાના નેતૃત્વમાં ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક હાલમાં જ યોજાઈ હતી. જેમાં ૮.૫૫ ટકાના વ્યાજદરની જાહેરાત કરવામાં આવી હતી. આ વ્યાજદર પાંચ વર્ષની સૌથી નીચી સપાટી છે. સીબીટીના વ્યાજદરને લઈને નિર્ણય માટે નાણા મંત્રાલયની મંજુરીની જરૂર હોય છે. નાણા મંત્રાલય દ્વારા વ્યાજદરોને હજુ સુધી મંજુરી આપી નથી જેથી ઈપીએફઓના સરપ્લસ ફંડને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બીજી બાજુ પોતાના જવાબમાં ઈપીએફઓએ નાણા મંત્રાલયને કહ્યું છે કે આ પ્રથામાં અગાઉના વર્ષના સરપ્લસને ઉમેરવાની પ્રક્રિયા રહી છે. વ્યાજદર અંગે નિર્ણય લેતી વેળા અગાઉના વર્ષોના સરપ્લસને સામેલ કરવાની રીત રહેલી છે. ઈપીએફઓને સરપ્લસ જાળવવાની જરૂર નથી. આમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમે હંમેશા અગાઉના વર્ષના સરપ્લસનો ઉપયોગ કરીએ છીએ. નાણા મંત્રાલય દ્વારા રિઝર્વ ફંડની રચના કરવાની જરૂરીયાત ઉપર પણ ભાર મુક્યો છે.
ઈપીએફઓના મિસ મેનેજમેન્ટના કેસમાં સરકારને કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવા રિઝર્વ ફંડની રચના કરવા કહેવામાં આવ્યું છે. નાણ મંત્રાલય દ્વારા હાલના કેટલાક દાખલ પણ ટાંકવામાં આવ્યા છે. જેમાં જંગી નુકસાન થયું છે. શિપીંગ મંત્રાલય હેઠળ સીમેનના પ્રવોડિન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનનો દાખલો આપતા નાણા મંત્રાલયનું કહેવું છે કે ૨૦૦૬-૦૭માં ૯૦૦ મિલિયન રૂપિયાનું નુકસાન થયું હતું.

Related posts

એરટેલ, વોડાફોન, આઇડિયા ૫૦૦થી ઓછા ભાવે સ્માર્ટફોન લોન્ચ કરશે

aapnugujarat

सेंसेक्स 428 अंक उछला

aapnugujarat

ટિ્‌વટરનો યુ-ટર્ન, સીઈઓ સંસદીય સમિતિ સમક્ષ હાજર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1