Aapnu Gujarat
મનોરંજન

દિપિકા અને રિતિકની હોટ જોડીને લેવા પ્રયાસો

બોલિવુડના બે સૌથી કુશળ કલાકારો પૈકી સ્ટાર રિતિક રોશન અને દિપિકાને હવે સાથે ચમકાવવાના પ્રયાસ ફરી એકવાર હાથ ધરવામાં આવ્યા છે. વિતેલા વર્ષોમાં બન્નેને સાથે લેવાના પ્રયાસ થયા હતા પરંતુ સફળ રહ્યા ન હતા. હવે ફરી એકવાર નવેસરથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ સૌથી હોટ જોડીને સૌથી પહેલા લેવામાં કોને સફળતા મળશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સાજિદ નડિયાદવાળા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં રિતિક રોશન અને દિપિકાને લેવાની ગણતરી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીના એક એવા રિતિક રોશને તમામ ટોચની અભિનેત્રીઓ સાથે ભૂમિકા કરી છે. પરંતુ દિપિકાની સાથે તેની જોડી હજુ સુધી સ્ક્રીન પર દેખાઇ નથી. હવે બન્નેને સાથે લેવામાં આવે તેવી શક્યતા છે. સાજિદ દિપિકા સાથે એક પ્રોજેક્ટ પર કામ કરવા વિચારી રહ્યા છે. જેમાં રિતિક રોશનને લેવાની હિલચાલ છે. રિતિક રોશન બોલિવુડમાં હાલમાં સૌથી મોઘા સ્ટાર પૈકીના એક તરીકે છે. તે કેટરીના કેફ, પ્રિયંકા ચોપડા, કંગના રાણાવત, કરીના કપુર સાથે દેખાઇ ચુક્યો છે. જો કે દિપિકા સાથે કામ કરવાની તક મળી નથી. ક્રિશ-૩ ફિલ્મમાં બન્નેને સાથે લેવાની યોજના હતી પરંતુ કોઇ કારણસર આ જોડી ચમકી ન હતી. અંતે ફિલ્મમાં પ્રિયંકા અને કંગનાને લેવામાં આવી હતી. હવે બન્નેને સાથે લેવાની પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવી છે. રિતિક રોશન છેલ્લે કાબિલ ફિલ્મમાં નજરે પડ્યો હતો.

Related posts

पहले से ज्यादा निडर और रचनात्मक हुईं प्रियंका चोपड़ा

editor

સેક્સી રિયા સેન હવે લગ્ન કરવાની તૈયારીમાં

aapnugujarat

શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘ચાલબાઝ ઈન લંડન’માં જોવા મળશે

editor

Leave a Comment

UA-96247877-1