Aapnu Gujarat
બિઝનેસ

પાન ફોર્મમાં ટ્રાન્સજેન્ડર માટે હશે અલગ કેટેગરી, સરકારે કર્યો ફેરફાર

ટ્રાન્સજેન્ડરને હવે પાન ફોર્મમાં અલગથી જેન્ડર કેટેગરી મળશે. સરકારે તેના માટે ઇન્કમ ટેક્સ નિયમમાં સુધારો કર્યો છે. એટલે કે હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) બનાવવા જેન્ડર્સને અલગ જેન્ડર કેટેગરીના અરજદાર ગણવામાં આવશે. અત્યાર સુધી પાનના એપ્લિકેશન ફોર્મમાં માત્ર બે જ જેન્ડર (પુરુષ અને સ્ત્રી) કેટેગરી આવતી હતી. ઉલ્લેખનીય છે કે ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે પાન નંબર હોવો આવશ્યક છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ સોમવારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતુપં. તેમાં ટ્રાન્સજેન્ડર્સને પાન માટે એપ્લિકેશન ફોર્મમાં એક નવું ટિક બોક્સ મળશે. આ નોટિફિકેશન ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૧૩૯એ અને ૨૯૫ હેઠળ ઇશ્યુ કરવામાં આવ્યું છે. તેમાં પાન નંબર માટે નવું એપ્લિકેશન ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.સીબીડીટીના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે આ અંગે બોર્ડને કેટલાક સૂચનો મળ્યા હતા. તે પછી ટેક્સ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના લોકોને પાન બનાવવા માટે ઘણી મુશ્કેલીઓ ઊઠાવવી પડતી હતી અને સમસ્યા ત્યારે ગંભીર થઇ ગઇ હતી કે જ્યારે આધારમાં થર્ડ જેન્ડરની જોગવાઇ કરવામાં આવી હતી પરંતુ પાનમાં ન હતી. તેથી ટ્રાન્સજેન્ડર આધાર સાથે પોતાનો પાન નંબર લિન્ક કરવામાં સક્ષમ ન હતા. તેમણે કહ્યું કે હવે નવા ફોર્મ ૪૯ એ (ભારતીય નાગરિકો માટે પાન એપ્લિકેશન ફોર્મ)માં તે દેખાશે.સરકારે આધારને ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે અને નવું પાન કાર્ડ બનાવવા માટે અનિવાર્ય બનાવ્યું છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૧૩૯ એએ (૨) અનુસાર, પ્રત્યેક વ્યક્તિ જેની પાસે ૧ જુલાઇ ૨૦૧૭ સુધી પાન છે અને આધાર લેવા પાત્ર છે તેને પોતાનો આધાર નંબર ટેક્સ ઓથોરિટીઝને આપવો અનિવાર્ય છે.

Related posts

ડેટાનો વપરાશ વધતાં ડિજિટલ જાહેરાતોના ભાવ આસમાને

aapnugujarat

ડેબિટ કાર્ડથી પેમેન્ટમાં વધારો થયો

aapnugujarat

પેટ્રોલ – ડીઝલ ટેક્સમાં કોઇ ઘટાડો કરવાનો ઇનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1