Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવામાનમાં પલટો : દિલ્હી-એનસીઆરમાં વરસાદ

રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને અનસીઆરના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરસાદ થતા લોકો રોમાંચિત થયા હતા. સાથે સાથે ગરમીથી લોકોને રાહત થઇ હતી. હવામાનમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઇ હતી. રવિવારના દિવસે તાપમાનમાં ફરી એકવાર સામાન્ય કરતા ત્રણ ડિગ્રીનો વધારો થતા લોકો પરેશાન દેખાયા હતા. એમ માનવામાં આવી રહ્યુ હતુ કે આગામી ૨૪ કલાકમાં લોકોને વધારે ગરમીનો સામનો કરવો પડશે. જો કે હવામાનમાં એકાએક સવારે પલટો આવ્યો હતો. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે ઓછા દબાણનુ ચિત્ર સર્જાઇ રહ્યુ છે જેથી પાટનગર દિલ્હીમાં વરસાદ જારી રહી શકે છે. જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે વરસાદ ૧૦મી એપ્રિલ અને ૧૧મી એપ્રિલના દિવસે થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી પહેલા જ વરસાદની શરૂઆત થઇ હતી. હવામાન વિભાગે લોકોને રાહત આપતા કહ્યુ છે કે ૧૪મં એપ્રિલ સુધી લોકોને વધારે ગરમીનો અનુભવ થશે નહી. હવામાન વિભાગે કહ્યુ છે કે છઠ્ઠી એપ્રિલથી સતત આંધી ચાલી શકે છે.
વરસાદ પણ થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે હાલમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હાલમાં દિવસ કરતા રાતની ગરમી લોકોને વધારે હેરાન કરી રહી છે. લઘુતમ તાપમાને આઠ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. હાલમાં લઘુતમ તાપમાન પણ વધી રહ્યો છે. અ૬ે નોંધનીય છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ગઇકાલે વરસાદ થયો હતો. કમૌસમી વરસાદના કારણે લોકો આશ્ચર્યચકિત થયા હતા. આના કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે.

Related posts

૨૬ કરોડ ખેડૂતોનું ૪ લાખ કરોડનું દેવું માફ થશે

aapnugujarat

મુંબઈ-પટના વચ્ચે આવવું-જવું હવે આસાન રહેશે, બાન્દ્રા-પટના વચ્ચે દોડતી થઈ હમસફર ટ્રેન

aapnugujarat

રિઝર્વ બેંકના નિયમોમાં ફેરફાર કરાશે

editor

Leave a Comment

UA-96247877-1