Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૬ કરોડ ખેડૂતોનું ૪ લાખ કરોડનું દેવું માફ થશે

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કારમી હાર થયા બાદ ભાજપમાં નિરાશા પ્રવર્તી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામિણ મતદારોને પ્રભાવિત કરવા માટે હવે માસ્ટરસ્ટ્રોક રમી શકે છે. સરકારી સુત્રોના કહેવા મુજબ મોદી લોકસભાની ચૂંટણીથી પહેલા અબજો રૂપિયાની દેવામાફીની જાહેરાત કરી શકે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની જીતમાં ખેડૂત દેવા માફીની મુખ્ય ભૂમિકા રહી છે. રાહુલ ગાંધીએ ૧૦ દિવસની અંદર દેવા માફીની જાહેરાત કરી હતી. હવે મોદી પણ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે આજ દાવ રમવાની યોજના ધરાવે છે. મોદી સરકાર ટૂંક સમયમાં જ ખેડૂત દેવા માફી માટે નાણાંની ફાળવણીની યોજના ઉપર કામ શરૂ કરશે. ભારતમાં આશરે ૨૬ કરોડ ૩૦ લાખ ખેડૂતો છે જે આનાથી થનાર આવકના આધાર પર પોતાના પરિવારને ચલાવે છે. મોદીની નજર આ ખેડૂત મતદારો ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. મોદી સરકારની પાસે અનાજ અને ઘઉંના લઘુત્તમ સમર્થન મૂલ્યને વધારવા સહિત અન્ય લોકલક્ષી યોજનાઓ જાહેર કરવા માટે સમય રહેલો છે. અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ ચૂંટણી નજીક ચે ત્યારે સરકાર ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા માટે તૈયાર દેખાઈ રહી છે. જાણકાર નિષ્ણાતોના કહેવા મુજબ દેવા માફી હેઠળ ૫૬.૫ અબજ ડોલર અથવા તો ચાર લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી શકે છે. જે હજુ સુધીનું સૌથી મોટી દેવા માફી યોજના રહેશે. અગાઉની ગઠબંધન સરકારે ૨૦૦૮માં ૭૨૦૦૦૦ કરોડજ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. આ ઘોષણા બાદ ૨૦૦૯માં મોટાજનાદેશ સાથે યુપીએની સરકાર સત્તામાં પરત ફરી હતી. અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ દેવા માફીથી દેશના નાણાંકીય નુકસાનનો આંકડો વધશે. સાથે સાથે વર્તમાન ખાતાકીય ખાધને પણ અસર થશે. ખેડૂત માફી ચૂંટણી જીતવા માટે હવે મુખ્ય મુદ્દો બની ચુક્યો છે. આવી સ્થિતિમાં ભાજપ સરકાર પણ આ દિશામાં આગળ વધી શકે છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે આનો પ્રયોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં મોદીએ ખેડૂત લોન માફીની જાહેરાત કરી હતી જેની અસર ચૂંટણી ઉપર દેખાઈ હતી અને ઉત્તરપ્રદેશમાં પૂર્ણ બહુમતિ સાતેની સરકાર બની હતી. ભાજપની સફળતા બાદ કોંગ્રેસે પણ આ ફોર્મ્યુલા અપનાવી હતી અને રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં શાનદાર જીત મેળવી હતી. હવે મોદી ફરીવાર આ સ્કીમને અમલી કરવા તૈયાર છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

जब तक पाकिस्तान की ओर से आतंकवाद पर कार्रवाई नहीं, तब तक बातचीत नहीं : पीएम मोदी

aapnugujarat

બિહારમાં ૨૭ પૈકી ૨૬ કોંગી ધારાસભ્ય સોનિયાથી નારાજ

aapnugujarat

દેશનાં આતંકવાદીઓ ભાજપની ઓફિસમાં બેઠા છે : ગિરીરાજસિંહનાં નિવેદન બાદ રાબડીદેવીની પ્રતિક્રિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1