Aapnu Gujarat
ગુજરાત

પદયાત્રીઓની સલામતી માટે પગદંડી બનાવાશેઃ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ ધર્મોના યાત્રાધામોની પગપાળા યાત્રાએ જતા પદયાત્રીઓની સલામતિ માટે પગદંડીઓની નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ પગદંડીનો પાયલોટ પ્રોજેક્ટ ૨૫૦ કરોડના ખર્ચે પાલિતાણાથી વલભીપુર વચ્ચે હાથ ધર્યો છે તે આ વર્ષે પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર સર્વધર્મ સમભાવ અને જસ્ટીસ ટુ ઓલ અપીઝમેન્ટ ટૂ નન માટે પ્રતિબદ્ધ છે એમ તેમણે અમદાવાદમાં જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન અને જૈન ઈન્ટરનેશનલ વૂમન ઓર્ગેનાઈઝેશનના અમદાવાદ ચેપ્ટરનો ભવ્ય શુભારંભ કરતા જણાવ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે, આજે સમાજની એકતા તોળવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનાથી દુર રહી સૌને સાથે લઈ સૌના સાથ, સૌના વિકાસને સાકાર કરીએ. દરેક સમાજમાં સંગઠનનો ઉપયોગ છેવાડાના માનવી અને જરૂરીયાતમંદ લોકોના ઉત્કર્ષ માટે થાય તેવી હ્ય્દયસ્પર્શી અપીલ તેમણે કરી હતી. તેમણે કહ્યું કે, વિવિધ સમાજ સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આગળ આવતી હોય ત્યારે સ્વને બદલે સૌનો વિચાર કરી સમાજનું ઋણ અદા કરવું આજની નિતાંત આવશ્યકતા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારંગા હિલના પ્રોજેક્ટનો રિવ્યુ કર્યો છે. રાજ્યમાં બુદ્ધિસ્ટ સર્કિટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તે દ્વારા બધા ધર્મોના સ્વિકાર સાથે સર્વધર્મની ભાવના સાકાર કરતા બધા તીર્થસ્થાનો જીર્ણોદ્વાર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત ઈન્ફાસ્ટ્રકચરની દ્રષ્ટિએ તો દેશમાં નં.૧ છે જ પરંતુ, રાજ્યમાં આધ્યાત્મિક ચેતના જીવંત રહે, જીવો અને જીવવા દો જ નહીં પરંતુ બીજાના જીવન માટે મરી મીટવાની જીવમાત્રની ચિંતા કરી દયા, કરુણા અને અનુકંપા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. રાજ્યમાં કરુણા અભિયાન દ્વારા અનેક અબોલ પશુ-પંખીઓના જીવ ઉતરાયણ વખતે બચાવ્યા છે તેની વિગતો આપી તેમણે રાજ્યમાં ગૌ હત્યા, દારૂબંધી તથા હુક્કાબાર પર કડક કાયદો બનાવી રાજ્યનું યુવાધન બરબાદ ન થાય તે માટેના પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ શેત્રુંજ્ય-પાલિતાણા સહિત યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવી તમામ યાત્રાધામોની પવિત્રતા અને ગરીમા જળવાય તે માટે કટ્ટીબદ્ધ છે તેમ જણાવ્યું હતું. અમદાવાદના મેયર ગૌતમ શાહે જણાવ્યું કે, જ્યારે પણ કોઈ સંત શહેરમાં પધારતા હોય છે ત્યારે શહેરની ચમક અને રોનક વધી જતી હોય છે. સંતો આપણી આંતરીક ઉર્જાને બહાર લાવવાનું કાર્ય કરતા હોય છે. પરોપકારનું બીજુ નામ સંત છે. ભારત સરકારનુ અલ્પ સંખ્યક બોર્ડના સભ્ય સુનિલભાઈ સિંધીએ જણાવ્યું કે, જૈન સમાજને અલ્પસંખ્યકનો દરજ્જો મળી ગયો છે. પરંતુ હજુ શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરવાની જરૂર છે તેની અગત્યતા સમજાવી હતી.

Related posts

ઓબીસી સમાજને ભાજપ દ્વારા અન્યાય થયો : કોંગ્રેસ

aapnugujarat

આયેશા આત્મહત્યા કેસમાં કોર્ટે આરોપી પતિ ને સજા સંભળાવી છે

aapnugujarat

વડોદરામાં તા. ૧૪ ઓગષ્ટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિરાટ યુવા સંમેલન યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1