Aapnu Gujarat
ગુજરાત

નરોડાથી સુંધા માતાજીનો પગપાળા યાત્રા સંઘ આજે નીકળશે

રાજસ્થાનના સુપ્રસિધ્ધ સુંધા માતાજીના દર્શનાર્થે આજે અમદાવાદ શહેરમાંથી પગપાળા યાત્રા સંઘ સતત દસમ વર્ષે નીકળી રહ્યો છે. આ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન મહારાજ ગુણવાનંદ નોટીઆલ ટેહરી ગઢવાલના વરદહસ્તે કરાવવામાં આવશે. નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના કુબેરનગર સ્થિત નિવાસસ્થાનેથી પગપાળા યાત્રા સંઘનો શુભારંભ કરાવવામાં આવશે જે ૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને આ સંઘ તા.૧૮મી એપ્રિલે અખાત્રીજના દિવસે રાજસ્થાન સુંધા માતા પહોંચશે, જયાં સંઘના શ્રધ્ધાળુઓ દ્વારા સુંધા માતાને ધજા ચઢાવી મહાઆરતી કરાશે એમ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષથી સતત આ પગપાળા યાત્રા સંઘ સુંધા માતાજીના દર્શન માટે જાય છે અને આવતીકાલે તા.૯મી એપ્રિલે સંઘનું સતત દસમુ વર્ષ છે. આવતીકાલે પગપાળા યાત્રા સંઘના તેમના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરાવ્યા બાદ તે ભાર્ગવ રોડથી કુબેરનગર થઇને નીકળશે ત્યારે માર્ગોમાં ઠેર-ઠેર સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સંઘમાં ૨૦૦ જટેલા ભાઇઓ અને બહેનો જોડાશે. સુંધા માતાજીના પગપાળા યાત્રા સંઘમાં આવતીકાલે રાજય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સીલરો, હોદ્દેદારો સહિતના મહાનુભાવો ખાસ હાજર રહેવાના છે. આવતીકાલના પવિત્ર પ્રસંગે સમાજના અગ્રણીઓ જેઠમલ જેતાજી નાગર, કુબેરનગરના મ્યુનિસિપલ કાઉન્સીલર કિશોર થાવાણી ઉપરાંત જાહેરજનતા સહિતના શ્રધ્ધાળુ ભકતો ખૂબ મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઉમેર્યું હતું કે, આ પગપાળા યાત્રા સંઘ દસમા દિવસે ૩૦૦ કિલોમીટર અંતર કાપીને તા.૧૮મી એપ્રિલે અખાત્રીજના દિવસે રાજસ્થાન સ્થિત સુપ્રસિધ્ધ સુંધા માતાજીના મંદિરે પહોંચશે, સવારે ૯-૦૦ કલાકે માતાજીના મંદિરે ધજા ચઢાવી અને મહાઆરતી કરવામાં આવશે. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુંધા માતાજીના મહામૂલા ભકિતપ્રસંગનો લ્હાવો લેવા ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરજનતાને અનુરોધ કર્યો હતો.

Related posts

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

editor

શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ અને લો કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન

editor

‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માની ભાજપમાં અનુ. જાતિના મિડિયા વિભાગનાં પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂંક

editor

Leave a Comment

UA-96247877-1