Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૮નાં પ્રથમ ત્રણ મહિના બોલિવુડ માટે ધમાકેદાર રહ્યાં

વર્ષ ૨૦૧૭ પુર્ણ થયા બાદ ૨૦૧૮નાં શરૂઆતનાં મહિનાઓ પર બોલિવુડ અને બોકસ ઓફિસની નઝરો મંડાયેલી હતી.ખાસ કરીને સંજય લીલા ભણસાલીની પદ્માવત અંગે ખાસ ઉત્સુકતા હતી. આ ફિલ્મનાં વિવાદોને કારણે તેની ડેટ પાછળ ધકેલાતી જતી હતી તેમાંય તેનાં પર કેટલાક રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે તેના દેખાવ પર તમામની નજરો હતી પણ ૨૫મી જાન્યુઆરીએ આખરે આ ફિલ્મ રિલીઝ થઇ અને દર્શકોએ તેને વધાવી લીધી હતી.રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ ફિલ્મ રિલીઝ થઇ ન હોવા છતાં આ ફિલ્મે ત્રણસો કરતા વધારેની કમાણી કરી.આ ફિલ્મ માત્ર દર્શકોને જ નહી ક્રિટિકસને પણ ઘણી પસંદ પડી હતી.ત્યારબાદ લોકોએ સોનુ કે ટીટુ કી સ્વીટીને પણ એટલી જ પસંદ કરી હતી.મજાની વાત હતી કે જ્યાં પદ્માવતમાં દીપિકા, શાહિદ અને રણવીર જેવા કલાકારો હતા ત્યાં આ ફિલ્મમાં કોઇ જાણીતા કલાકાર ન હતા પણ જ્યારથી તેનું ટ્‌્રેલર રીલિઝ થયું હતું ત્યારથી જ દર્શકોમાં આ ફિલ્મ વિશે ખાસ્સી ઉત્સુકતા હતી અને યુવા વર્ગે આ ફિલ્મને હાથોહાથ વધાવી લીધી હતી.આ ફિલ્મ સરળતાથી સો કરોડની કલબમાં સામેલ થઇ હતી.ફિલ્મનો ખર્ચ અને તેનું કલેકશન જોતા તેને સુપરહીટ ગણાવી શકાય તેવું તેનું પ્રદર્શન રહ્યું હતું.
અક્ષય કુમારની પેડમેને લગભગ ૮૦ કરોડની કમાણી કરી હતી.તેને સેમી હિટ ગણાવી શકાય.અજય દેવગણની રેડને પણ લોકોએ ખાસ્સી પસંદ કરી હતી.હજી પણ આ ફિલ્મ થિયેટરોમાં ધુમ મચાવી રહી છે.હિચકીએ તો રીલિઝ થતાં પહેલા જ પોતાનો ખર્ચ વસુલ કરી લીધો હતો.આ ફિલ્મે પણ બોકસ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યુ છે.
હાલમાં ટાઇગર શ્રોફની બાગી ટુ થિયેટરોમાં ધુમ મચાવી રહી છે.બે ફિલ્મો એવી હતી જેના પર ઘણી આશાઓ હતી પણ તે ફલોપ સાબિત થઇ હતી જેમાં અય્યારીનો સમાવેશ થાય છે આ ફિલ્મે વિતરકોને આંખે અંધારા લાવી દી હતા.અનુષ્કા શર્માની પરી પણ ફલોપ સાબિત થઇ હતી.આમ બોલિવુડ માટે પ્રથમ ત્રણ મહિના તો સુપરહીટ સાબિત થયા છે જોઇએ આગળનો સમય કેવો સાબિત થાય છે.
આવકનાં આંકડાઓની વાત કરીએ તો પદ્માવતે ઓપનિંગ વીકેન્ડમાં ૧૧૪ કરોડની કમાણી કરી હતી જેને ઐતિહાસિક ગણાવી શકાય.જો કે તેમાં પ્રિવ્યુ કલેકશન પણ સામેલ છે અને આ ફિલ્મને ગુરૂવારે રીલિઝ કરાઇ હતી.જો કે એ વાત પણ યાદ રાખવાની છે કે આ ફિલ્મ દેશનાં ઘણાં રાજયોમાં રીલિઝ થઇ શકી નથી.
અજય દેવગણની રેડ માટે ખાસ માહોલ ન હતો પણ જેવો ફિલ્મનો રિપોર્ટ સારો આવ્યો કલેકશનમાં જોરદાર વધારો થયો હતો.બીજા અને ત્રીજા દિવસે કમાણી જોરદાર વધી હતી.પહેલા વીકેન્ડ પર આ ફિલ્મે ૪૧.૦૧ કરોડની કમાણી કરી હતી અને હજી પણ તેની રેડ થિયેટરોમાં ચાલુ જ છે.અક્ષયની પેડમેન લીકથી હટીને ફિલ્મ હતી મોટાભાગે આ પ્રકારનાં વિષયો ફિલ્મ માટે ઉત્તમ રહેતા નથી પણ તેમ છતાં અક્ષયે પોતાના સ્ટારડમનાં સહારે પ્રથમ વીકેન્ડમાં ૪૦.૦૫ કરોડની કમાણી કરી લીધી હતી.સોનુ કે ટીટુ કી સ્વીટી આશ્ચર્યજનક રીતે જોરદાર પ્રદર્શન કરી ગઇ હતી.ફિલ્મે ઓપનિંગ વીકેન્ડમાં ૨૬ કરોડની કમાણી કરી હતી અને તે ફિલ્મ સો કરોડની કલબમાં પણ સામેલ થઇ છે.અનુષ્કાની પરીએ ઓપનિંગ વીકેન્ડમાં ૧૫.૩૪ કરોડની કમાણી કરી હતી.
અજય દેવગણની રેડ સો કરોડની કલબમાં સામેલ થઇ છે અને અજયની આ સતત બીજી સફળ ફિલ્મ છે.ગોલમાલ અગેને આ પહેલા ૨૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી હતી.સો કરોડની કલબમાં અજયની આઠ ફિલ્મો સામેલ થઇ છે અને આમ તેણે શાહરૂખને પણ પાછળ રાખી દીધો છે.કિંગખાનની સાત ફિલ્મો આ કલબમાં સામેલ છે.અક્ષય કુમારની આઠ ફિલ્મો આ કલબમાં સામેલ છે.હવે અજયે આ કલબમાં પોતાનું નામ નોંધાવ્યું છે આ બેની આગળ માત્ર સલમાન છે જેની બાર ફિલ્મો આ કલબમાં સામેલ છે.ખાસ વાત એ છે કે સલમાને સતત બાર ફિલ્મો એવી આપી છે જે સો કરોડની કલબમાં સામેલ થઇ છે.દબંગથી શરૂ થયેલી સફર ટાઇગર જિંદા હૈ સુધી હજી યથાવત રહી છે.સો કરોડની કલબમાં આમિરની પાંચ, રિતિક અને વરૂણ ધવનની ચાર ચાર અને રણવીર અને રણબીરની ત્રણ ત્રણ ફિલ્મો સામેલ છે.
હાલમાં બોકસ ઓફિસ પર બાગી ટુ ધમાલ મચાવી રહી છે.પ્રથમ વીકેન્ડમાં જ આ ફિલ્મે ૭૩ કરોડની કમાણી કરી લીધી છે.છઠ્ઠા દિવસે જ આ ફિલ્મે સો કરોડની કલબમાં પોતાનું સ્થાન નોંધાવી દીધું છે.આ ફિલ્મ આટલી સફળ રહી તે લોકો માટે આશ્ચર્ય છે જો કે આ ફિલ્મે અડધી બાજી તો તેના ટ્રેલરમાં જ મારી લીધી હતી.ટ્રેલરને જોઇને જ લોકો રોમાંચિત થઇ ગયા હતા.પરિણામે જ્યારે ફિલ્મ રીલિઝ થઇ ત્યારે લોકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા.
લાંબા સમય બાદ આ પ્રકારની એકશન મુવી રીલિઝ થઇ છે.ટાઇગર જિંદા હૈમાં એકશન હતી પણ બાગી ટુની એકશન તેનાથી અલગ છે.બાગી ટુનાં એકશનને જસ્ટીફાય કરવા માટે પહેલા તો તેના માટે ઉત્તમ રીતે વાર્તાને રજુ કરવામાં આવી છે.પરિણામે એકશન ફિલ્મમાં ઠુંસાયેલી હોવાનું લાગતું નથી.એકશનમાં નવીનતા છે અને દર્શકોને અલગ પ્રકારની એકશન જોવા મળી છે.ટાઇગર શ્રોફની દમદાર મોજુદગીને ઉવેખી શકાય તેમ નથી.
માસુમ ચહેરા સાથે ફૌલાદી શરીરનાં કોમ્બીનેશને દર્શકોને ઘેલા કરી નાંખ્યા છે.ટાઇગરે આ એકશન માટે જોરદાર પરિશ્રમ કર્યો હતો.તે ફિલ્મમાં ગુંડાઓની ધોલાઇ કરે છે ત્યારે દર્શકોને તે હબંગ લાગતું નથી.
આમ તો ફિલ્મની સ્ક્રીપ્ટમાં અનેક ખામીઓ છે અને જ્યારે રહસ્ય ખુલે છે ત્યારે લોકોને ખાસ આશ્ચર્ય થતું નથી.ઇન્ટર બાદ તો ફિલ્મ જાણે કે રેલાતી હોય તેવું લાગે છે તેમ છતાં દર્શકો બંધાયેલા રહે છે.નિર્દેશકે સ્ક્રીપ્ટની ખામીઓને છુપાવીને ફિલ્મને મનોરંજક બનાવી છે.જ્યારે ફિલ્મની ખામીઓ જણાય છે ત્યારે તો ફિલ્મ એંસી ટકા પુરી થઇ ગઇ હોય છે પરિણામે દર્શકોને નિરાશા સાંપડતી નથી.
ફિલ્મમાં ટાઇગર ઉપરાંત મનોજ વાજપેયી, રણદીપ હુડ્ડા, પ્રતિક જેવા સારા કલાકારો છે જેમણે પોતાની ઉપસ્થિતિથી ફિલ્મને ઉઠાવવામાં સફળ રહ્યાં છે. તમામ કલાકારોનાં પ્રથમ સીન પર ખાસ્સી મહેનત કરવામાં આવી છે.ફિલ્મનો ગ્રાફ જ્યારે નીચે ઉતરે છે ત્યારે આ કલાકારોએ પોતાની અભિનયક્ષમતાને સહારે જ ફિલ્મને ટકાવી રાખી છે.
આમ તો એકશન ફિલ્મો હંમેશા જ બોલિવુડ માટે દુધાળી ગાય સાબિત થઇ છે.અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સની દેઓલ, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, મિથુન ચક્રવર્તીની એકશન ફિલ્મોએ બોકસ ઓફિસ પર ટંકશાળ સર્જી છે.હાલમાં જ સલમાનની ટાઇગર જિંદા હૈએ પણ જોરદાર કમાણી કરી હતી હવે બાગી ટુ વાવટા લહેરાવી રહી છે.એકશન અને રોમાંસનું કોમ્બીનેશન બાગીટુની સફળતા માટે જવાબદાર પરિબળ છે.
આ ફિલ્મની સફળતા બાદ ટાઇગરની ડિમાંડ તો વધી જ છે સાથોસાથ દિશા માટે પણ આ ફિલ્મે નવા દ્વાર ખોલી નાંખ્યા છે.ટાઇગરની એકશનની સાથોસાથ દિશાની ક્યુટનેશ પણ દર્શકોને પસંદ પડી છે.જો કે દિશાને આ સફળતા ઘણી સ્ટ્રગલ બાદ પ્રાપ્ત થઇ છે.દિશાએ આ પહેલા એમ.એસ.ધોની : એન અનટોલ્ડ સ્ટોરી કરી હતી.જો કે આ ફિલ્મમાં તેને નાનો પણ દમદાર રોલ મળ્યો હતો.તેણે પોતાનાં સંઘર્ષનાં દિવસો અંગે વાત કરતા જણાવ્યું હતું કે એમ.એસ.ધોની પહેલા તેણે એક ફિલ્મ સાઇન કરી હતી પણ ત્યારબાદ તેને એ ફિલ્મમાંથી આઉટ કરી દેવાઇ હતી.તે જ્યારે મુંબઇ આવી ત્યારે તેની પાસે ઘણાં ઓછા પૈસા હતા અને તેણે ટેલિવિઝનની જાહેરાતોમાં કામ કરીને પોતાની જાતને ટકાવી રાખી હતી.

Related posts

म्यांमार में तख्ता—पलट

editor

પંચમહાલના વીર શહીદ ભલાભાઈની વીર ગાથા

editor

ચીનની અંતરિક્ષ પ્રયોગશાળા આગામી સપ્તાહમાં ધરતી પર ખાબકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1