Aapnu Gujarat
ગુજરાત

તોફાની તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાશે

એસસી, એસટી એકટ સંદર્ભે સુપ્રીમકોર્ટે જારી કરેલા મહત્વના ચુકાદા બાદ દલિત સમાજમાં ભભૂકી ઉઠેલા ઉગ્ર આક્રોશ અને તેને પગલે આજે દલિત સમાજ દ્વારા અપાયેલા બંધના એલાન દરમ્યાન શહેર સહિત રાજયભરમાં હિંસા, તોડફોડ અને આગચંપી સહિતના બનાવોની ગંભીરતા લઇ રાજય સરકાર દ્વારા તોફાની તત્વો વિરૂધ્ઘ તાત્કાલિક કડક હાથે કાર્યવાહી કરવા આદેશો જારી કરાયા છે. જેને પગલે હવે પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં બંધના એલાન દરમ્યાન તોફાન અને હિંસામાં સક્રિય ભૂમિકા ભજવનાર તોફાની તત્વોને શોધી કાઢવા અને તેઓની વિરૂધ્ધ કાયદાનુસાર પગલા લેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ અને અન્ય કડીઓના આધારે તોફાની તત્વોને જબ્બે કરવાની કવાયત હાથ ધરી છે. દલિત સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને લઇ ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણ ડહોળાયું હતું. તો, ગુજરાતમાં અમદાવાદ શહેર સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર આક્રોશ અને વિરોધ પ્રદર્શન વ્યકત કરવામાં આવ્યા હતા. જેને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં શાંતિનું વાતાવરણ ડહોળાયું હતું. ખાસ કરીને આક્રોશિત દલિત સમાજના લોકો દ્વારા એસટી બસ, સીટી બસ અને જાહેર મિલકતોમાં કરાયેલી તોડફોડ, નુકસાન અને આગચંપીની ઘટનાઓને લઇ પરિસ્થિતિ વધુ વણસી હતી. પ્રજાજનો દલિત સમાજ દ્વારા ફેલાવાયેલી હિંસા અને તોડફોડને લઇ દહેશતના ઓથાર હેઠળ આવી ગયા હતા જેથી સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ આજે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ શહેર સહિત રાજયભરની સ્થિતિનો વિગતવાર રિપોર્ટ અને જાણકારી મેળવ્યા હતા. પરિસ્થિતિની સમીક્ષા બાદ સરકાર દ્વારા રાજયમાં આ પ્રકારે હિંસા અને તોડફોડ મચાવી શાંતિ હણવાનો પ્રયાસ કરનારા તોફાની તત્વોને કોઇપણ સંજોગોમાં નહી બક્ષવા અને તેઓને પકડી પાડી તેઓની વિરૂધ્ધ તાત્કાલિક આકરી કાર્યવાહી કરવાના આદેશો જારી કરાયા હતા. જેથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આવા તોફાની તત્વોની ઓળખ કરી તેઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસ અમદાવાદ શહેર સહિત રાજયમાં હિંસા, તોડફોડ અને આગચંપી પ્રસરાવવામાં ભૂમિકા ભજવનારા અને હિંસા ભડકાવનારા તોફાની તત્વોને ઝબ્બે કરવાની સઘન કવાયત હાથ ધરી છે. પોલીસે આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બીંગ ઓપરેશન પણ હાથ ધર્યું હતું અને કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત થઈ હતી.

Related posts

AMC issued notices to 81 school and colleges in A’bad for mosquito breeding

aapnugujarat

ફટાકડા ફોડવા અંગે ચુકાદાના ભંગ બદલ બેની ધરપકડ

aapnugujarat

ગોપાલપુર પાસે એલસીબીએ દારૂ ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1