Aapnu Gujarat
ગુજરાત

ગોપાલપુર પાસે એલસીબીએ દારૂ ઝડપ્યો

પોલીસ અધિક્ષક શ્રી વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી તથા ઉચ્ચ અધિકારીઓના આદેશ પ્રમાણે ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાનૂની હેરફેર તથા મિલકત સંબંધિત ગુનાઓ રોકવા સારું આજરોજ વહેલી સવારના ડભોઇ બોડેલી રોડ પર ગોપાલપુરા બસ સ્ટેન્ડ નજીક આ.પો.કો પૂનમ ભાઈ, ભુપતભાઈ વિરમ ભાઈ, સિધ્ધરાજસિંહ સતુભા વિગેરે એલસીબીના માણસો સાથે નાકાબંધી કરી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન એક તુફાન જેવી ગાડીના વાહનચાલકે પોલીસ ચેકિંગ ચાલતું હોય દેખાઈ જતા સદર વાહન ચાલક થોડે દૂર પોતાની દારૂ ભરેલી તુફાન ગાડી રોડની સાઈડે રોકી ગઈ ગાડીમાંથી ઉતરી ખેતરોમાં ભાગતા પોલીસ જવાનોને શંકા જતા તેનો પીછો કરેલ પરંતુ તે ઝાડીઓનો લાભ લઇ પલાયન થવામાં સફળ થવા પામતા ગામના બે પંચોની હાજરીમાં તુફાન ગાડીની સધન તપાસ કરતા તે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના કોટરિયા, બિયર કુલ નંગ – ૯૧૨ કિંમત. રૂ. ૧,૧૨,૦૮૦ તથા ફોર્સ કંપનીની ક્રુઝર (તુફાન) ગાડીની કિંમત ૨, ૫૦,૦૦૦/-મળી કુલ-૩,૬૨,૦૮૦/-નો ગેરકાનુની મુદ્દામાલ પકડી પાડ્યો હતો જ્યારે વાહન ચાલક ગાડી મૂકી ફરાર થઈ જતા આ.પો.કો વિજયકુમાર પુનમભાઈ બ.ન. ૨૨૮ લોકલ ક્રાઇમ બ્રાંચનાઓની ફરિયાદ મુજબ ભાગી જનાર વાહનચાલક વિરૂદ્ધ પ્રોહિબિશનનો નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

આપત્તિમાં પણ કુટુંબ નિયોજન તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની જવાબદારી

editor

IMD issues Orange alert in parts of Gujarat

aapnugujarat

बापूनगर क्षेत्र में रिक्शाचालक द्वारा कॉन्स्टेबल पर छुरी से हमला किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1