Aapnu Gujarat
રાષ્ટ્રીય

દલિત તોફાન : હિંસાગ્રસ્ત રાજ્યોમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી-એસટી) એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામે દેશભરમાં આજે હિંસા ભડકી ઉઠી હતી. હિંસક પ્રદર્શનની અશર સાત રાજ્યોમાં સૌથી વધારે જોવા મળી હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે હિંસાને રોકવા માટે ખાસ રીતે તાલિમ પામેલા રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ને મોકવાનો નિર્ણય કર્યો છે. સૌથી હિંસાગ્રસ્ત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આરએએફને મોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી બાજુ ગૃહ મંત્રાલય તરફથી આ સમગ્ર મામલામાં રિપોર્ટની માંગ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય હિંસાગ્રસ્ત રાજ્યોના સંપર્કમાં છે. તમામ મદદ હિંસાગ્રસ્ત રાજ્યોમાં સ્થિતિને સામાન્ય બનાવવા કરવામાં આવી રહી છે. મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આરએએફના ૮૦૦ જવાનો મોકલામાં આવ્યા છે. આરએએફની ૨ કંપનીઓ મેરઠમાં અને એક એક કંપની આગરા અને હાપુડમાં મોકવામાં આવી છે. આરએએફની એક કંપનીમાં ૧૦૦ જવાનો હોય છે. ભારત બંધ અને હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં લઈને સ્થિતિમાં સાપતી નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હિંસા વધુ ન ફેલાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા મામલાઓમાં ઓટોમેટીક ધરપકડ કરવાને બદલે પોલીસને સાત દિવસની અંદર તપાસ કરવી જોઈએ અને ત્યાર બાદ કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારી અધિકારીની ધરપકડ અપોઇંટિંગ ઓથોરિટીની મંજુરી વગર થવી જોઈએ નહીં. બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે એસએસપીની મંજુરી લેવી પડશે. હિંસાગ્રસ્ત રાજ્યોમાં પુરતી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે.

Related posts

શારદા ચીટ ફંડ કૌભાંડમાં પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જારી

aapnugujarat

कश्मीर में कई स्थानों पर शून्य से नीचे तापमान

editor

कपिल मिश्रा भाजपा में हुए शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1