Aapnu Gujarat
રમતગમત

આઇપીએલ-૧૧માં પ્રતિબંધથી સ્મિથ-વોર્નર ભારતીય લોકોના ગુસ્સાથી બચશે : ઇયાન ચેપલ

બોલ ટેમ્પરિંગ પર એક પછી એક નવા નિવેદનો આવી રહ્યા છે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું કે, સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર બોલ ટેમ્પરિંગ મામલે આઇપીએલમાં પ્રતિબંધ લગાવ્યો છે જે યોગ્ય છે અને આ બંને ખેલાડી ભારતીય જનતાના ગુસ્સાથી પણ બચી શકે છે. આઇપીએલ કાઉન્સિલિંગ દ્વારા ઓસ્ટ્રેલિયાના બંને ખેલાડીઓ પર હાલ પુરતો પ્રતિબંધ લગાવી દીધો છે.આ ઉપરાંત ચેપલે કહ્યું કે, આઇપીએલમાં સામેલ ન કરાતાં વોર્નર અને સ્મિથને નાણાંકીય નુકસાન થશે પરંતુ તેઓ ભારતીય લોકોના ગુસ્સાનો શિકાર બનતાં બચી જશે.
જો કે બીસીસીઆઇ દ્વારા પોતાના અધિકાર ક્ષેત્રમાં અયોગ્ય વ્યવહાર સામે આકરાં પગલાં ભરી રહ્યું છે જે પગલું ઘણું સારું છે.ચેપલ તરફથી આઇસીસી પ્રત્યે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમના મતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને આઇસીસી પણ આ મામલે કેટલાક અંશે દોષિત છે અને તેમણે સ્વીકારવું પડશે કે, વિશ્વભરના ક્રિકેટરોનો વ્યવહાર ઘણી હદે હલકી કક્ષાએ પહોંચી ગયો છે. તેઓ મેદાન પરના અયોગ્ય વ્યવહાર પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેતાં ક્રિકેટની છબી ખરાબ થઈ છે.

Related posts

बीसीसीआई को आरटीआई के दायरे में लाने का सुझाव

aapnugujarat

द. अफ्रीका को झटका, केशव महाराज बाहर

aapnugujarat

વિરાટ-અનુષ્કાની વાર્ષિક આવક ૬૦૦ કરોડ…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1