Aapnu Gujarat
મનોરંજન

અર્જુન પટિયાલા ફિલ્મમાં કૃતિ સેનન દેખાશે

કૃતિ સેનન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અર્જુન પટિયાલા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે મજબુર કરશે તેવો દાવો કૃતિ દ્વારા કરવામાં આવ્યો છે. કૃતિ સેનનનું કહેવું છે કે અર્જુન પટિયાલા લાર્જર દેન લાઇફ લોકોને હસી હસીને પેટ દુખાવશે. આ વર્ષની શરૂઆતમાં તેની બરેલી કી બરફી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી, તેમાં કૃતિની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. તેમાં તેની સાથે રાજકુમાર રાવની પણ પ્રશંસા થઇ હતી. હવે તે અર્જુન પટિયાલા ફિલ્મમાં કામ કરી રહી છે. હાલ કૃતિ પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ રહેલી છે. આ નવી ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંજ કામ કરી રહ્યો છે. થોડાક પ્રમાણમાં ઇમોશનલ ટચ પણ હોવાની વાત કરવામાં આવી છે. કૃતિએ કેટલાક મોટા નિર્માતા નિર્દેશકો સાથે કામ કર્યુ છે જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન , કાજોલ અને વરૂણ ધવને યાદગાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે, તેનું કહેવું છે કે ફિલ્મની પટકથા તેની પાસે અન્ય પણ છે જો કે હાલમાં તે અર્જુન પટિયાલામાં કામ કરી રહી છે. કૃતિ સુશાંતસિંહ રાજપુત સાથે તેના સંબંધના કારણે પણ બોલિવુડમાં ચર્ચામાં છે. હાલમાં તેની પાસે તમામ યુવા કલાકારો સાથે ફિલ્મ છે. જો કે તે મોટા સ્ટાર સાથે ફિલ્મ કરવા માટે પણ તૈયાર છે.

Related posts

मनीष पॉल हुए कोरोना वायरस से संक्रमित

editor

सुशांत की दोस्त लीजा मलिक का दावा, कृति सेनन को डेट कर रहे थे एक्टर

editor

મલાઇકા અરોરા ખાન હાલ દુબઇમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1