Aapnu Gujarat
શિક્ષણ

આરટીઈ એક્ટની યોજનામાં ગુજરાતે મોટી સિદ્ધિ મેળવી : અમરેલીમાં ૯૭ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ

રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું છે કે, બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ આપવા માટે અમલી આરટીઈ એક્ટ યોજના હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતે આગવો રાહ ચિંધ્યો છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલી છે તેમાં પ્રવેશ માટે જે તે રાજ્યોને નિયમો માટે સત્તા આપી છે. તે અન્વયે વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ૩,૦૦૦ની સહાય તથા શાળા ફેરબદલી અને પ્રવેશ માટે પણ જરૂરિયાત મંદોને અગ્રીમતા આપવામાં આવે છે. આજે વિધાનસભા ખાતે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓના અભ્યાસખર્ચની ચૂકવણી સહાય યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, અમરેલી જિલ્લામાં આરટીઈ એકટ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ધોરણ-૧માં ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાયો છે. તેમાં ઉપલબ્ધ પ્રવેશ મળ્યાની સામે સરેરાશ ૯૭ ટકા જેટલો પ્રવેશ અપાયો છે. છેલ્લા બે વર્ષમાં ૧૭૭૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ૪૩૭.૮૭ લાખની સહાય આપવામાં આવી છે. ખાનગી શાળાઓ ધોરણો મુજબ પ્રવેશ ન આપે તો પ્રથમ ભુલ માટે ૧૦ હજાર તથા ત્યાર પછીની પ્રત્યેક ભૂલ માટે ૨૫ હજારનો દંડ શાળા પાસેથી વસુલવામાં આવે છે. અન્ને ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ-૨૦૧૩થી આ યોજના અમલી બની છે. ચાર સ્થંભ આધારિત રાજ્યની વિકાસયાત્રામાં સંવેદનશીલતા અને પારપદર્શિતાને અમારી સરકારે પ્રાધાન્ય આપ્યું છે. જરૂરીયાત મંદ લાભાર્થીઓને ધોરણ-૧માં પ્રવેશ મળે તે માટે સંવેદનશીલતાથી નિર્ણયો કર્યા છે. પ્રત્યેક વિદ્યાર્થીઓને પ્રત્યેક વર્ષ ૩,૦૦૦ની સહાય અપાય છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ ગણવેશ, બુટ, સ્કૂલબેગ, ટ્રાન્સપોર્ટ સુવિધા સાહિત્ય જેવા લાભો મેળવી શકે છે. તેમજ પ્રવેશ માટે પણ સૌથી વધુ જરૂરતમંદ અનાથ, બાળગૃહના બાળકો, બાલ મજુર, મંદબુદ્ધિ, એચઆઈવી ગ્રસ્ત, અનુ.જાતિ તેમજ એસઈબીસીના બાળકોને અગ્રીમતા આપવામાં આવે છે. તેમજ માતા-પિતાની નોકરીમાં બદલી થાય, છુટાછેડા થાય, અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં જવું હોય, ગંભીર બિમારી હોય, બાળકને તો પણ શાળામાં પ્રવેશ લીધા બાદ ફેરબદલી પણ કરી આપવામાં આવે છે.

Related posts

ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ ૨૩મી એપ્રિલે લેવાશે

aapnugujarat

ક્રિષ્ના કોન્ટેસ્ટ એન્ડ ગૌલકા સેડ્સ – 2018 નું હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા આયોજન

aapnugujarat

મદ્રાસ હાઇકોર્ટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને 2 EMIમાં ફી વસૂલવાની મંજૂરી આપી

editor

Leave a Comment

UA-96247877-1