Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી ભારતીયોની જાસુસી કરાવવા ઇચ્છુક : રાહુલ

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ડેટા શેયર કરવાના મુદ્દે જોરદાર ધમસાણ જારી છે. આ ઘમસાણ વચ્ચે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિગબોસ જાહેર કર્યા છે. જે ભારતીયોની જાસુસી કરાવવા ઇચ્છુક છે. બીજી બાજુ ભાજપે પણ વિપક્ષી દળ ઉપર ડેટા ચોરી કરવાના આક્ષેપો મુક્યા છે. વડાપ્રધાનના સત્તાવાર એપથી યુઝર્સની મંજુરી વગર ડેટા શેયર કરવાના આરોપ સપાટી પર આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર કહ્યું છે કે, નમો એપે ગુપ્તરીતે ઓડિયો, વિડિયો, કોન્ટેક્ટ લિસ્ટ અને જીપીએસ મારફતે યુઝર્સના સરનામા પણ જાણી લીધા છે. રાહુલે કહ્યું છે કે, મોદીના નમો એપ ગુપ્તરીતે ઓડિયો, વિડિયો તથા પોતાના મિત્રો તથા પરિવારના સંપર્ક રેકોર્ડ કરી રહ્યા છે અને જીપીએસ મારફતે લોકોના સરનામાને જાણવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ બિગબોસ જે ભારતીયોની જાસુસી કરવા ઇચ્છુક છે. રાહુલે ડિલિટ નમો એપ હેશટેગની સાથે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, હવે મોદી અમારા બાળકોના સંદર્ભમાં ડેટા માટે ઇચ્છુક છે. ૧૩ લાખ એનસીસી કેડેટ્‌સને એપ ડાઉનલોડ કરવા માટે ફરજ પાડવામાં આવી છે. રાહુલે એક અન્ય ટિ્‌વટમાં કહ્યું છે કે, મોદી લાખો ભારતીયોના ડેટાની સાથે વડાપ્રધાન પદના દુરુપયોગ સરકાર દ્વારા પ્રોત્સાહિત નમો એપ મારફતે કરી રહ્યા છે. સાથે સાથે પોતાના વ્યક્તિગત ડેટાબેઝ બનાવવા માટે આનો ઉપયોગ કરી રહ્યા છે. રાહુલે કહ્યું છે કે, જો વડાપ્રધાન ભારતની સાથે ટેકનોલોજી મારફતે વાતચીત કરવા ઇચ્છુક છે તો કોઇ સમસ્યા નથી પરંતુ આના માટે સત્તાવાર પીએમઓ એપનો ઉપયોગ કરવામાં આવે તે યોગ્ય નથી. ડેટાના સંબંધ ભારત સાથે છે. મોદી સાથે નથી. આને લઇને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. કોંગ્રેસના એપને દૂર કરવાના સંદર્ભમાં આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. અમિત માલવીયે આક્ષેપ કરતા કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધ ઘણી બાબતોને છુપાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ લોકોએ ગુજરાત ચૂંટણી દરમિયાન પણ લોકોના ડેટા ચોરી કરી ચૂંટણી રણનીતિ બનાવી હતી. હવે કર્ણાટકમાં પણ આવું કરવામાં આવી રહ્યું છે. ડેટા લીકના આરોપો પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે, ભાજપના આઇટી સેલના પ્રમુખે આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપીને વિવાદનો અંત લાવવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આની ગંભીર નોંધ લેવી જોઇએ. આધાર વગરના આક્ષેપો પર તથ્યોની સાથે જવાબ આપવા જોઇએ. ભાજપના આઈટી સેલ દ્વારા હાલમાં માત્ર પ્રહારો કરી રહ્યા છે. આનાથી કોઇ ઉદ્દેશ્ય પૂર્ણ થનાર નથી.

Related posts

No plans to scrap sedition law as its needed to combat anti-national, secessionist, terrorist elements: Centre to RS

aapnugujarat

પૂર્વ સૈનિકોએ કહ્યું – અમે રાષ્ટ્રપતિને નથી કરી સેનાના નામે વોટ માંગવાની ફરિયાદ, નથી મોકલી કોઈ ચિઠ્ઠી

aapnugujarat

સેન્સેક્સમાં ૮ અને નિફ્ટીમાં ૨ પોઈન્ટનો નજીવો સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1