Aapnu Gujarat
રાષ્ટ્રીય

પૂર્વ સૈનિકોએ કહ્યું – અમે રાષ્ટ્રપતિને નથી કરી સેનાના નામે વોટ માંગવાની ફરિયાદ, નથી મોકલી કોઈ ચિઠ્ઠી

સેનાના રાજનીતિકરણને લઈને ૧૫૦થી વધારે પૂર્વ સૈનિકો તરફથી લખેલી ચિઠ્ઠી ઉપર સવાલ શરુ થઈ ગયા છે. પહેલા રાષ્ટ્રપતિ ભવના સૂત્રોએ કહ્યું હતું કે તેમને આવી કોઇ ચિઠ્ઠી મળી નથી. આ પછી હવે એક પૂર્વ સૈન્ય અધિકારીએ ચિઠ્ઠી ઉપર પોતાના સિગ્નેચર હોવાની ના પાડી દીધી છે.પૂર્વ સૈન્ય અધિકારીઓ તરફથી રાષ્ટ્રપતિને લખેલી કથિત ચિઠ્ઠીમાં પ્રથમ સાઇન જેમની છે તે જનરલ એસએફ રોડ્રિગ્સે પોતાની સાઇન હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.એર ચીફ માર્શલ એનસી સૂરીએ એએનઆઈને કહ્યું હતું કે, આ એડમિરલ રામદાસની ચિઠ્ઠી નથી. આ મેજર ચૌધરીએ દાવો કર્યો છે.
તેમણે લખ્યું છે કે આ વોટ્‌સએપ અને ઇ-મેલ પર આવી રહ્યું છે કે મેં લખ્યું છે કે સશસ્ત્ર બળ અરાજનૈતિક છે અને નિર્વાચિત સરકારનું સમર્થન કરે છે. આવી કોઇપણ ચિઠ્ઠી માટે મારી સહમતિ લેવામાં આવી નથી. ચિઠ્ઠીમાં જે પણ લખવામાં આવ્યું છે તેનાથી હું સહમત નથી. અમને મિસકોટ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઉપર એક ચિઠ્ઠી વાયરલ થઈ રહી છે. જેમાં કહેવાઇ રહ્યું છે કે સેનાના રાજનીતિકરણને લઈને ૧૫૬ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠી લખનારમાં આર્મી, નેવી અને એરફોર્સના પૂર્વ પ્રમુખ પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે ચિઠ્ઠીમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યાનાથે વાપરેલા શબ્દ ’ મોદી જી કી સેના’ વિશે વિશેષ આપત્તિ દર્શાવવામાં આવી છે. વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર અને સેનાના ગણવેશના ચૂંટણીમાં થયેલા ઉપયોગથી પણ તેઓ નારાજ છે.

Related posts

રાહુલ ગાંધી છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના ૩૦ જિલ્લા ધમરોળનારા તેઓ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા

aapnugujarat

बिहार में राष्ट्रीय जनता दल आज से शुरू करेगी सदस्यता अभिायन

aapnugujarat

श्रीलंका के नए राष्ट्रपति 29 नवंबर को भारत आएंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1