Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બુલેટ ટ્રેન : મુંબઈમાં ટ્રેનના માર્ગ પર ટૂંકમાં નિર્માણ કામ શરૂ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની બુલેટ ટ્રેનને વહેલી તકે પાટા પર લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સતત જોરદાર કામગીરી ચાલી રહી છે. હવે ટુંક સમયમાં જ મુંબઇમાં બુલેટ ટ્રેનના માર્ગનુ નિર્માણ કામ શરૂ કરવામાં આવનાર છે. બુલેટ ટ્રેનને લઇને તમામ તૈયારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુબઇ-અમદાવાદ વચ્ચે આ બુલેટ ટ્રેન દોડનાર છે. બુલેટ ટ્રેન દરરોજ ૭૦ સેવા આપનાર છે. જે પૈકી ૩૫ સેવા સાબરમતીથી શરૂ થઇને મુંબઇ પહોંચશે. જ્યારે અન્ય ૩૫ સેવા બીકેસીથી સાબરમતી માટે ચલાવવામાં આવનાર છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારી અચલ ખરેએ વિગત આપતા કહ્યુ છે કે ભીડના સમયમાં એટલે કે સવારે સાત વાગ્યાથી ૧૦ વાગ્યા વચ્ચે અને સાંજે પાંચ વાગ્યાથી નગ વાગ્યા વચ્ચે પ્રતિ કલાક બન્ને દિશામાં ત્રણ બુલેટ ટ્રેન ચલાવવામાં આવનાર છે. જ્યારે બાકીના સમયમાં પ્રતિ કલાક બે બુલેટ ટ્રેન ચલાવવામાં આવનાર છે. મુંબઇમાં બીકેસી સ્ટેશન માટે રાજ્ય સરકારે એમએમઆરડીએનની જમીન રેલવેને સોંપી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જરૂરી જમીન માટે સરકારે એક અધિકારીની નિમણૂંક કરી છે. જે મહારાષ્ટ્રમાં જમીન અદિગ્રહણ કરવામાં રેલવેની મદદ કરનાર છે. અ૬ે નોંધનીય છે કે જમીન પર આંતરરાષ્ટ્રીય નાણાં કેન્દ્ર બનાવવામાં આવનાર હતુ. પરંતુ તેની જમીનને રાજ્ય સરકારે કેન્દ્રને સોંપી દીધી છે. બુલેટ ટ્રેનના એક રેકમાં ૧૦ ડબ્બા રહેનાર છે. જેમાં નવ ઇકોનોમી ક્લાસના રહેશે. જ્યારે એક બિઝનેસ ક્લાસના રહેશે. આ ટ્રેનમાં કુલ સાત શૌચાલય રહેશે. જેમાં મહિલાઓ અને વિકલાંગ લોકો માટે અલગ વ્યવસ્થા રહેશે. સાથે સાથે ટ્રેનમાં એક ખાસ રૂમ રહેશે. જેમાં એ યાત્રી આરામ કરી શકશે જેમની તબિયત ખરાબ રહેશે. માતા બાળકોને દુધ પીવડાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકશે. બુલેટ ટ્રેન માટે મુંબઈમાં પ્રથમ સ્ટેશન બાંદરા-કુર્લા સંકુલમાં રહેશે. બીકેસીથી આ ટ્રેન થાણે ખસેડવાની વાત થઇ રહી છે પરંતુ રેલવે સુત્રોના કહેવા મુજબ બીકેસીથી બુલેટ ટ્રેન ટનેલથી દિવા નજીક લઇ જવાશે. આના માટે સુરંગ બનાવવામાં આવશે. આ સુરંગ ૨૭ કિલોમીટર લાંબી રહેશે. બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણ કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન માટે ૧૨ સ્ટેશનો રહેશે. યાત્રીઓને મરાઠી, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં સુચના આપવામાં આવશે. પ્રાથમિક કાર્યક્રમ મુજબ ૩૬૦ રેલવે કર્મચારીઓને બુલેટ ટ્રેન માટે જાપાનમાં ટ્રેનિંગ આપવામાં આવનાર છે. આ ટ્રેનની ગતિ ૩૫૦ કિલોમીટર પ્રતિકલાક રાખવામાં આવનાર છે. ટ્રેન ૩૨૦ સેકન્ડમાં ૩૨૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિ પકડી લેશે અને આ ગાળામાં ૧૮ કિલોમીટરનો માર્ગ કાપી લેશે. વ્યસ્ત કલાકમાં ત્રણ ટ્રેનો અને ઓછા વ્યસ્ત કલાકોમાં બે ટ્રેનો દોડાવવામાં આવશે. કેટલીક ટ્રેનો મુંબઈ અને સાબરમતી વચ્ચે તમામ સ્ટેશનો રોકાશે. એક દિવસમાં કુલ ૭૦ ટ્રેનો દોડાવવામાં આવશે. પ્રતિદિવસે ૪૦૦૦૦ યાત્રી યાત્રા કરશે.

Related posts

એલપીજી સબસિડીમાં બે માસમાં ૬૦ ટકાનો ઉછાળો

aapnugujarat

સિધ્ધુને સુપ્રીમનો ફટકો, રોડ રેજ કેસ ફરી ખુલ્યો

aapnugujarat

ભાજપ ફક્ત અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પાર્ટી ન હોઈ શકે : નીતિન ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1