Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાન તેમજ કેટરીના વચ્ચેની કેમિસ્ટ્રી હજુ અકબંધ

એક સમય સલમાન ખાન અને કેટરીના કેફ એકબીજાના પ્રેમમાં હતા. અને બન્નેની જોડી સૌથી હોટ અને ખુશ દેખાઇ રહી હતી. જો કે તેમની વચ્ચે રિલેશનશીપ વધારે લાંબા સમય સુધી ચાલી શકી ન હતી. બન્ને જુદા થઇ ગયા હતા. કેટરીના કેફ રણબીર કપુરની સાથે લિવ ઇનમાં રહેવા લાગી ગઇ હતી. જો કે હવે બન્ને વચ્ચે પણ સંબંધ તુટી ગયા છે. સંબંધોમાં અનેક ઉતારચઢાવની સ્થિતી રહી હોવા છતાં સલમાન ખાનના કેટરીના કેફ પ્રત્યે વર્તનને લઇને ક્યારેય કોઇ સ્થિતી બદલાઇ નથી. તે બન્ને હજુ એકબીજાના ખુબ સારા મિત્રો છે. તેમની વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી અને પ્રેમનો દાખલો હાલમાં જોવા મળ્યો હતો. જ્યારે બન્ને એક કાર્યક્રમ દરમિયાન સાથે એક જ કપમાં એક સાથે કોફી પીતા નજરે પડ્યા હતા. કેટરીના કેફે હમેંશા સલમાન પ્રત્યે સન્માનની ભાવના રાખી છે. તેમની વચ્ચે રોમાંસની સ્થિતી ન હોવા છતાં હજુ સાથે છે. મિત્રતા અકબંધ છે. તેમની છેલ્લી ટાઇગર જિન્દા હે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગયા બાદ તે હવે ફરી ચર્ચામાં છે. સલમાન અને કેટરીના એકબીજાને હજુ મળતા રહે છે. હાલમાં એક પત્રકાર પરિષદમાં સોનાક્ષી સિંહા, કેટરીના અને સલમાન સાથે હતા એ ગાળા દરમિયાન તેમની કેમિસ્ટ્રી દેખાઇ હતી. એ વેળા બન્ને સાથે વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન બન્ને એક જ કપમાં સાથે કોફી પીતા નજરે પડ્યા હતા. હાલમાં તેમના સંબંધ ફરી મજબુત થઇ રહ્યા હોવાના હેવાલ મળ્યા છે.

Related posts

यूजर ने शेयर किया अर्थी पर लेटे सुशांत का वीडियो तो आग बबूला हुई अंकिता

editor

બાહુબલીએ બધું જ બદલી નાખ્યું : યશ

aapnugujarat

ગુજરાતી ફિલ્મના અભિનેતા અને તેની પત્નિ કોરોના પોઝિટિવ

editor

Leave a Comment

UA-96247877-1