Aapnu Gujarat
રાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ માટે ભાજપ પછાત નેતાને ઉતારવા તૈયાર : માયાવતી અને અખિલેશનો સામનો કરવા તૈયારી

ગોરખપુર અને ફુલપુર લોકસભાની ચૂંટણીમાં હાર થયા બાદ ભાજપ હવે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં નવી રણનીતિ ઉપર કામ કરવા માટે તૈયાર છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સંભવિત ગઠબંધનનો સામનો કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં લોકોને સપા અને બસપાના શાસન દરમિયાન રાજ્યમાં ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે યાદ અપાવવામાં આવશે. પાર્ટીની યોજના પછાત વર્ગમાંથી આવનાર પોતાના નેતાઓને પ્રમુખતા આપવાની પણ રહી છે. વિપક્ષી ગઠબંધનને પછાત જાતિઓનો મુદ્દો બનાવવાની તક ન મળે તે માટે તૈયારી કરવામાં આવી રહી છે. આની સાથે સાથે ભાજપ બૂથ મેનેજમેન્ટને વધારે સક્રિય કરશે અને ગ્રામિણ ઉપર ધ્યાન આપશે. યોગી સરકાર એક વર્ષ પૂર્ણ કરી ચુકી છે ત્યારે વરિષ્ઠ મંત્રીઓ, મુખ્યમંત્રી અને અન્ય લોકો ઉત્તર પ્રદેશની સ્થિતિ અંગે માહિતી આપી ચુક્યા છે. બહુજન સમાજ પાર્ટીની સરકારના ગાળા દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર અને સપાના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની ભાંગી પડેલી સ્થિતિ અંગે માહિતી આપી રહ્યા છે. પેટાચૂંટણીમાં પોતાના મુખ્ય હથિયાર નરેન્દ્ર મોદી અને અમિત શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા ન હતા. આ પ્રચારમાં અમિત શાહની ચાણક્ય નીતિનો ઉપયોગ પણ કરવામાં આવ્યો ન હતો પરંતુ ૨૦૧૯માં આનો ઉપયોગ કરવામાં આવશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, ૨૦૧૯ની ચૂંટણીમાં સપા અને બસપા જાતિ આધારિત ચુંટણી લડવા ઇચ્છુક છે પરંતુ ભાજપ પછાત વર્ગના મતને પણ જાળવી રાખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. માયાવતી અને અખિલેશના સંદર્ભમાં આક્રમક રણનીતિ બની રહી છે.

Related posts

राहुल का सरकार पर तंज : उद्योगपतियों का अरबों का कर्ज किया माफ, ये है विकास की असलियत

editor

आरबीआई ने नितिगत ब्याज दरों में कोई बदलाव नहीं किया

aapnugujarat

કલમ ૩૫એ અંગે ચુકાદો સુપ્રીમ કોર્ટે મોકૂફ રાખ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1