Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કલમ ૩૫એ અંગે ચુકાદો સુપ્રીમ કોર્ટે મોકૂફ રાખ્યો

સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૫એ અંગે તેનો ચુકાદો ત્રણ મહિના માટે મોકૂફ કરી દીધો છે. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે તર્કદાર દલીલો કરી હતી. આ મુદ્દા ઉપર છ મહિનાના સમયની માંગ કરી હતી. જમ્મુ કાશ્મીરના નિવાસીઓના વિશેષાધિકાર અને ખાસ અધિકારો સાથે સંબંધિત આ કલમને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર તમામની નજર હતી. હવે કલમ ૩૫એ અંગે તેનો ચુકાદો ત્રણ મહિના માટે મોકૂફ કરી દેવામાં આવ્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આ ચુકાદા માટે આઠ સપ્તાહ અથવા તો બે મહિનાનો સમય નક્કી કર્યો હતો પરંતુ તેમાં સુધારો કરવામાં આવ્યો છે. કલમ ૩૫એની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ અરજીઓને લઇને ત્રણ જજની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કલમ ૩૫એ ખાસ અધિકારો અને વિશેષાધિકાર સાથે સંબંધિત છે. વર્ષ ૧૯૫૪માં રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં આને ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દિલ્હી સ્થિત એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અરજી કરવામાં આવ્યા બાદ વહેલીતકે સુનાવણીની માંગ કરવામાં આવી હતી. કાશ્મીરી અલગતાવાદી નેતાઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, જો સુપ્રીમ કોર્ટ અરજીદારોની તરફેણમાં ચુકાદો અપાશે તો વ્યાપક દેખાવો કરવામાં આવશે. સુપ્રીમના ચુકાદાને લઇને હિંસાની દહેશત હતી જેથી આજે પહેલાથી જ સુપ્રીમ કોર્ટની આસપાસ અને જમ્મુ કાશ્મીરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

जेट एयरवेज के पूर्व CEO दुबे के खिलाफ मंत्रालय ने जारी किया लुकआउट नोटिस

aapnugujarat

Shujaat Bukhari murder case: J&K Police approach CBI for issue Red Corner Notice against Sajad Gul

aapnugujarat

૩ વર્ષમાં સ્વચ્છ ભારતની પબ્લિસીટી માટે પ૩૦ કરોડ ખર્ચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1