Aapnu Gujarat
ગુજરાત

લોકોને શુદ્ધ પીવાનું પાણી ઘર આંગણે પુરૂ પડાશે : પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ

પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સબળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા સઘન આયોજન કરાયું છે. આવતા ઉનાળામાં નાગરિકોને પીવાના પાણીની કોઈ જ તકલીફ નહીં પડે. પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલે આજે વિધાનસભા ખાતે પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજુ કરતાં કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, પેટા પરા તેમજ આદિજાતિ વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડવા રાજ્ય સરકારે આ વર્ષમાં અંદાજપત્રમાં ખાસ ધ્યાન કેન્દ્રીય કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણીની પ્રગતિ હેઠળની તેમજ નવી યોજનાઓ તેમજ ગામમાં આંતરિક વિતરણ વ્યવસ્થા માટે મળી કુલ ૧૦૬૫.૫૬ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જે વિભાગની કુલ જોગવાઈનાં ૩૨.૧૭ ટકા જેટલી છે. આ યોજનાઓમાં મુખ્યત્વે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ૩૪૩ ગામ અને ૨ શહેરોની ૧૧.૫૧ લાખ વસ્તી માટે નર્મદા રીવર બેઝીન આધારીત પ્રગતિ હેઠળની ૮૯૦ કરોડની દાહોદ દક્ષિણ જુથ પાણી પુરવઠા યોજના, ઉકાઈ જળાશય આધારિત નર્મદા જિલ્લાનાં અને તાપી જિલ્લાના ૨૧૬ ગામોની ૪.૪૫ લાખ વસ્તીનો સમાવેશ કરતી ટેન્ડર સ્ટેજની ૫૮૬ કરોડની અસ્ટોલ ભાગ-૧ જુથ પાણી પુરવઠા યોજના, દમણગંગા નદી આધારિત વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાનાં ૨૫ ગામો અને ૧૭૦ ફળીયાઓની ૧.૪૯ લાખ વસ્તીનો સમાવેશ કરતી પ્રગતિ હેઠળની ૧૧૬ કરોડની વાપી જુથ પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે. મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ પીવાના પાણીની જરૂરીયાતો સંતોષવા માટે ગ્રામ્ય પાણી પુરવઠા યોજના જનરલ વિસ્તારો માટે ૭૦૩.૧૯૩૮ કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં વડોદરા જીલ્લાના વડોદરા તથા ડભોઈ તાલુકાના ૧૪૭ ગામોની ૩.૭૨ લાખ વસ્તી માટે મહી નદી તથા નર્મદા નહેર આધારિત ૨૭૦.૨૭ કરોડની જુથ પાણી પુરવઠા યોજનાઓ, કચ્છ જિલ્લાના લખપત તથા અબડાસા તાલુકાના ૨૪૧ ગામોની ૨.૪૬ લાખ વસ્તી માટે ૩૧૩.૪૭ કરોડની જુથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ કરાયો છે.

Related posts

મીઠાની લીઝ લેવા માટે તૈયાર થઇ રહી છે ગાઇડલાઇન

aapnugujarat

હાર્દિકની તબિયત લથડી : સોલા સિવિલ ખસેડાયો

aapnugujarat

સંજયસિંહની તલાટીથી મામલતદાર સુધીની સફર…

editor

Leave a Comment

UA-96247877-1