Aapnu Gujarat
ગુજરાત

જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ખાસ નીતિને અમલી કરી દેવાઈ : પરબતભાઈ પટેલ

જળસંપત્તિ મંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૧૯૯૫ પછીના શાસનમાં જળવ્યવસ્થાપન ક્ષેત્રે કેટલીક નિશ્ચિત દીશા અને ચોક્કસ નીતિ વિષયક કાર્યરીતિ અમલમાં મુકી છે. ભૂગર્ભ જળના વધુ પડતા શોષણને લઈને ઉદ્દભવેલ ચિંતાજનક પરિસ્થિતિથી બહાર આવવા સપાટી જળ ઉપર ધ્યાન કેન્દ્રીય કરી રાજ્ય સરકારે સપાટી જળની સંગ્રહશક્તિ વધારવી અને તેનું સક્ષમ અને કાર્યદક્ષ પદ્ધતિથી વિતરણ કરવા એમ બંને આયામો ઉપર ઠોસ કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યા છે. જેના પરિણામે ભૂગર્ભ જળ ઉંચે આવ્યા છે. મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સબળ નેતૃત્વ અને માર્ગદર્શન આધારે જળ વ્યવસ્થાપન, જળ વિતરણમાં સહયોગ મેળવીને અનેક સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. જળ વ્યવસ્થામાં જ્યારે પાણીની ઉપલબ્ધિ મર્યાદિત હોય અને તે પણ વર્ષનાં માત્ર ત્રણ જ મહિનામાં શક્ય બનતું હોય ત્યારે સંગ્રહશક્તિમાં ઉમેરો કર્યા સિવાય દ્રઢતા અને સુનિશ્ચિતતા હાંસલ કરવી સંભવ નથી. જળસંપતિ વિભાગ પાસેની ૧૯ મોટી, ૯૦ મધ્યમ અને ૯૭૫ નાની સિંચાઈ યોજનાઓમાં જળસંગ્રહ કરવા ઉપરાંત રાજ્ય સરકારે ૧,૬૮,૯૨૯ ચેકડેમો, ૩૪૫૩૬ અનુશ્રવણ તળાવો તથા તળાવો ઉંડા ઉતારવાની મહત્વની કામગીરી હાથ ધરી સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેના કારણે વંચિત વિસ્તારોમાં ખેતી અને પશુપાલન તથા પીવા માટે પાણી ઉપલબ્ધ કરાવી શકાયેલ છે. છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકારે ૮૭ નવી મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ હાથ ધરેલ છે. જેમાંથી ૬૯ બંધોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, આદિજાતિ વિસ્તાર માટે ૮૫૭ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે જેમાં મહીસાગર અને દાહોદ જિલ્લા માટે કડાણા જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ માટે ૧૨૦ કરોડ, વાલીયા, ઝઘડીયા અને માંગરોળ વિસ્તારના સિંચાઈથી વંચિત આદિજાતિ વિસ્તારને લાભ આપવા માટે કરજણ જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઈ યોજના માટે ૧૧૮ કરોડ, કાંકરાપાર ગોરધા સુધીની ઉદ્દવહન સિંચાઈ યોજના માટે ૧૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારની યોજનાઓમાં નહેર સુધારણાના કામો માટે ૧૧૨ કરોડની જોગવાઈ કરેલ છે. આ ઉપરાંત સિંચાઈથી વંચિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકો માટે ઉકાઈ જળાશય આધારીત નવિન ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ માટે ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે જેનાથી આદિજાતિ વિસ્તારના ૧૮૨ ગામોને ૩૦૭૮૪ હેક્ટર વિસ્તારને સિંચાઈનો ફાયદો થશે.

Related posts

કેન્સર, કિડની ગ્રસ્ત બાળકો ૫૩ ટકા સુધી વધી ગયા છે : સ્કૂલ હેલ્થ સર્વે

aapnugujarat

પિયુષ પટેલે ૫૫૦ સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાનો ધડાકો થયો

aapnugujarat

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોર્ડની રચના, સીમાંકન ફાળવણીના આદેશ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1