Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ઉપર SBIએ રાહત આપી

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતામાં સરેરાશ માસિક રકમ ન રાખવા પર દંડની રકમને આશરે ૭૫ ટકા સુધી ઘટાડી દીધી છે. નવા ચાર્જ પહેલી એપ્રિલ ૨૦૧૮થી લાગૂ કરવામાં આવશે. એસબીઆઈના આ પગલાથી ૨૫ કરોડ ગ્રાહકોને સીધો ફાયદો થશે. એસબીઆઈએ કહ્યું છે કે, એવરેજ મંથલી બેલેન્સ (એએમબી)માં કાપ મુકવાનો નિર્ણય જુદા જુદા પક્ષોના ફીડબેકના આધાર પર ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો છે. મહાનગરો અને શહેરી ક્ષેત્રોના ગ્રાહકોને પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં સરેરાશ માસિક બેલેન્સ નહીં રાખવા પર મહિને ૫૦ રૂપિયાનો દંડ આપવાની ફરજ પડી રહી હતી જે પહેલી એપ્રિલથી ઘટીને ૧૫ રૂપિયા થઇ જશે. આવી જ રીતે અર્ધશહેરી અથવા ગ્રામિણ વિસ્તારોના ગ્રાહકો માટે આ પ્રતિમા માસ ૪૦ રૂપિયાનો દંડ હતો જે ઘટાડીને હવે ૧૨ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. દંડની રકમની સાથે સાથે ૧૦ રૂપિયાના જીએસટી પણ આપવાની પણ ફરજ પડશે. એટલે કે મેટ્રો અને શહેરી સેન્ટરોમાં ગ્રાહકોને ૨૫ રૂપિયા જ્યારે સેમી અર્બન સેન્ટરોમાં ગ્રાહકોને કુલ ૨૨ રૂપિયાનો ચાર્જ ચુકવવાની જરૂર પડશે. તેમને ક્રમશઃ ૨૫ રૂપિયા અને ૧૮ રૂપિયાની રાહત મળશે. જો આપના બચત ખાતા મહાનગરના કોઇ શાખામાં છે તો આપને ૩૦૦૦ હજાર રૂપિયા સરેરાશ બેલેન્સ રાખવાની જરૂર પડશે જે સપ્ટેમ્બર ૨૦૧૭ પહેલા ૫૦૦૦ રૂપિયા હતું. હાલમાં શહેરી વિસ્તારોની શાખાઓ વાળા બચત ખાતામાં ૩૦૦૦ રૂપિયા સરેરાશ બેલેન્સ રાખવાની જરૂર પડશે જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં રહેલા ખાતાઓ માટે ક્રમશઃ ૨૦૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયા બેલેન્સ રાખવાની જરૂર પડશે. હકીકતમાં જ્યારે એસબીઆઈ દ્વારા સરેરાશ માસિક બેલેન્સ ન રાખવાવાળા લોકો પર માત્ર આઠ મહિનામાં ૧૭૭૧ કરોડ રૂપિયાની જંગી રકમ વસુલ કરવામાં આવી ત્યારે આ સરકારી બેંકની હિલચાલની ચારેબાજુ ટીકા થઇ હતી. દંડથી વસુલ કરવામાં આવેલી રકમ જુલાઈ-સપ્ટેમ્બર મહિનામાં બેંકને થયેલા ૧૫૮૧.૫૫ કરોડ રૂપિયાના નફા કરતા પણ વધારે રહી હતી. એપ્રિલ-સપ્ટેમ્બર છ માસિક ગાળામાં ૩૫૮૬ કરોડ રૂપિયાની શુદ્ધ લાભની આવક કરતા આ આવક અડધી રહી હતી. ઓક્ટોબર ૨૦૧૭માં એસબીઆઈએ એએમબી નહીં જાળવનાર પર સર્વિસ ચાર્જમાં ૨૦થી ૫૦ ટકાનો ઘટાડો કર્યો હતો. આ પહેલા એએમબી નહીં જાળવનાર ગ્રાહકો ઉપર દંડને લઇને વિરોધનું મોજુ ફરી વળ્યું હતું. એએમબી નહીં જાળવનાર પર મેટ્રો અને શહેરી કસ્ટમરો પાસેથી ૪૦થી ૧૦૦ રૂપિયા સુધી વસુલ કરવામાં આવતા હતા જેને ઘટાડીને ૩૦થી ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોની શાખાઓમાં ગ્રાહકો પર દંડની રકમ ૨૫ રૂપિયાથી ૭૫ રૂપિયાની સરખામણીમાં ૨૦ રૂપિયાથી ૪૦ રૂપિયા કરવામાં આવી હતી. એસબીઆઈએ છ વર્ષ બાદ એપ્રિલ ૨૦૧૭થી એએમબી ચાર્જ વસુલ કરવાની શરૂઆત કરી હતી. જુદા જુદા પક્ષોની પ્રતિક્રિયાના આધાર પર ઓક્ટોબર ૨૦૧૭માં તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જનધન એકાઉન્ટ, બેઝિક સેવિંગ્સ, પેન્શનરોના ખાતા, સરકારી યોજનાઓના લાભ મેળવનારના ખાતા અને કિશોરના ખાતાઓને એએમબી જાળવવાની ફરજિયાત કામગીરી પર રાહત આપવામાં આવી હતી. એટલે કે આમા મિનિમમ બેલેન્સ નહીં રાખવાની સ્થિતિમાં દંડ લગાવવાની કોઇ જોગવાઈ ન હતી.

Related posts

રસીકરણ ઝડપી બનાવો, વિકસિત દેશોમાં મંજૂર થયેલી રસી આપવાનું શરૂ કરો : મનમોહન

editor

जम्मू-कश्मीर से धारा-370 को हटाने का फैसला असंवैधानिक : कैप्टन अमरेंद्र सिंह

aapnugujarat

नक्सली हिंसा में ४३ फीसदी की कमी आई हैं : सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1